લખનઉ: હાથરસ (Hathras) જિલ્લામાં છોકરીની સાથે સામૂહિક રેપ અને હત્યા બાદ આંગળી ચિંધતા યૂપી પોલીસે (UP Police)હવે પોતાની સ્પષ્ટતા જાહેર કરી છે. પોલીસે કહ્યું કે ચારેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પીડિતાની લાશના અંતિમ સંસ્કાર પણ પરિવારજનોની મરજી કરવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યૂપીના એડીજી પ્રશાંત કુમારે કહ્યું કે પીડિતાનું મૃત્યું મંગળવારે સવારે થયું હતું. ત્યારબાદ બોડી ખરાબ થઇ રહી હતી. તેમણે દાવો કર્યો કે બોડીને હાથરાસમાં લાવ્યા પછી તેમના પરિવારજનોને રાજી કરવામાં આવ્યા. ત્યારબાદ તે અંતિમ સંસ્કાર માટે માની ગયા. તેમની સહમતિ મળ્યા બાદ મોડીરાત્રે તેમની હાજરીમાં મૃતકાની લાશના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.  


હાથરસ કાંડ: પીડિતાની માતાએ કહ્યું- દલિતની પુત્રી છે તો આવા કેસ દબાવશે DM-SP?


તેમણે કહ્યું કે ચારેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જોકે હવે પીડિતાનું મોત થઇ ગયું છે. એટલા માટે આ મામલે આરોપીઓ વિરૂદ્ધ કલમ 301 પણ લગાવવામાં આવશે. હાલ તેમની પાસે એફએસએલનો રિપોર્ટ આવ્યો અંથી. તેને વાંચ્યા બાદ આ કેસમાં કોમેન્ટ કરી શકાય. તેમણે કહ્યું કે કેસની વિસ્તૃત તપાસ માટે ગૃહ સચિવની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવામાં આવી છે. જલદી જ સત્ય સામે આવશે. 

હાથરસ ગેંગરેપ કેસ: PM મોદીએ તાબડતોબ CM યોગી સાથે વાત કરી, આપ્યો આ 'કડક આદેશ'


માતાનો આરોપ
ઉત્તર પ્રદેશના હાથરસમાં ગેંગરેપની ઘટના બાદ આક્રોશ છે. ગત રાત્રે પોલીસે બળજબરીપૂર્વક અંતિમ સંસ્કાર કરી દીધા, જેના પર પરિવારજનો અને ગ્રામજનોએ ગુસ્સો વ્યક્ત કર્યો છે. હવે બુધવારે સ્થાનિક સાંસદ રાજવીર સિંહ દિલેર પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા. પરંતુ અહીં પીડિતાની માતાનો ગુસ્સો ફૂટી પડ્યો અને તેમણે ડીએમ-એસપી પર આરોપ લગાવ્યા. 


આપ્યો કડક આદેશ
હેવાનોની હેવાનિયતનો ભોગ બનેલી હાથરસ (Hathras) ની 19 વર્ષની પીડિતાનું મંગળવારે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું. આ ઘટનાને પીએમ નરેન્દ્ર મોદીએ પણ ખુબ ગંભીરતાથી લીધી છે. તેમણે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) ને ફોન કર્યો અને આ મામલે દોષિતો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. આ બાજુ યોગી આદિત્યનાથે ગેંગરેપ (Gangrape)  અને મર્ડર કેસની તપાસ માટે 3 સભ્યોવાળી SITની રચના કરી છે. આ SIT સમગ્ર તપાસ કરીને 7 દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube