UP: ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બાંદા જેલ પહોંચ્યો મુખ્તાર અંસારી, બુલેટપ્રુફ જેકેટ પહેરાવીને લવાયો
પંજાબની રોપડ જેલમાં બંધ યુપીના બાહુબલી મુખ્તાર અંસારી (Mukhtar Ansari) ને લઈને યુપી પોલીસ આજે સવારે 4.34 વાગે બાંદા જેલ (Banda Jail) પહોંચી.
બાંદા: પંજાબની રોપડ જેલમાં બંધ યુપીના બાહુબલી મુખ્તાર અંસારી (Mukhtar Ansari) ને લઈને યુપી પોલીસ આજે સવારે 4.34 વાગે બાંદા જેલ (Banda Jail) પહોંચી. બાંદા જેલ પહોંચતા જ મુખ્તાર અંસારીની તમામ દસ્તાવેજી કાર્યવાહી પૂરી કરી લેવાઈ છે. ત્યારબાદ 4 ડોક્ટરોની ટીમે મુખ્તાર અંસારીનું મેડિકલ ચેકઅપ કર્યું. હાલ મુખ્તાર અંસારીને સામાન્ય બેરેકમાં રાખવામાં આવ્યો છે. ત્યારબાદ તેને બેરેક નંબર 15માં રાખવામાં આવશે.
પોલીસના કાફલાનો આ હતો રૂટ
મુખ્તાર અંસારી (Mukhtar Ansari) ને લઈને યુપી પોલીસની ટીમ બપોરે 2.07 વાગે રોપડથી રવાના થઈ હતી. આ કાફલો સાંજે 4 વાગ્યા સુધીમાં હરિયાણાના કરનાલ પહોંચ્યો. ત્યારબાદ નોઈડા, મથુરા, આગ્રા અને કાનપુર થઈને પોલીસનો કાફલો સવારે 4.34 વાગે બાંદા જેલ (Banda Jail) પહોંચ્યો. મખ્તારને લાવવા દરમિયાન કાફલાની સ્પીડ લગભગ 80 કિમી પ્રતિ કલાક રહી હતી.
મુખ્તારને પહેરાવવામાં આવ્યું હતું બુલેટપ્રુફ જેકેટ
મુખ્તાર અંસારી (Mukhtar Ansari) ને જ્યારે પંજાબથી યુપી લાવવામાં આવ્યો તો તેના પર હુમલાની આશંકા વ્યક્ત કરાઈ હતી. આથી રસ્તામાં પડતા તમામ જિલ્લાઓને અલર્ટ રાખવામાં આવ્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે તમામ પોલીસકર્મીઓને બુલેટપ્રુફ જેકેટ પહેરાવવામાં આવ્યા હતાં અને મુખ્તાર અંસારીને પણ બુલેટપ્રુફ જેકેટ પહેરાવવામાં આવ્યું હતું.
ગૃહમંત્રી અમિત શાહ અને CM યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી, CRPFને મળ્યો મેઈલ
'અમે કહ્યું હોત કે બધા હિન્દુ એક થઈ જાઓ, તો અમને EC ની 8-10 નોટિસ મળી ગઈ હોત'
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube