'અમે કહ્યું હોત કે બધા હિન્દુ એક થઈ જાઓ, તો અમને EC ની 8-10 નોટિસ મળી ગઈ હોત'
પશ્ચિમ બંગાળ (West Bengal) માં એકબાજુ જ્યાં ત્રીજા તબક્કાનું મતદાન ચાલુ છે ત્યાં બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ કૂચબેહારમાં ચૂંટણી સભા સંબોધિત કરી.
Trending Photos
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ (West Bengal) માં એકબાજુ જ્યાં ત્રીજા તબક્કાનું મતદાન ચાલુ છે ત્યાં બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ કૂચબેહારમાં ચૂંટણી સભા સંબોધિત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેલીમાં મમતા બેનર્જી પર નિશાન સાધ્યું અને મુસ્લિમ વોટબેન્કના નામ પર મત માંગવાનો આરોપ પણ લગાવ્યો. પીએમ મોદીએ કહ્યું કે જો અમે એવું કહ્યું હોત ચૂંટણી પંચની નોટિસ પણ આવી ગઈ હોત. પીએમ મોદીએ કહ્યું કે બે વર્ષ પહેલા ટીએમસીએ અહીં રેલીમાં અડિંગો લગાવ્યો હતો, પરંતુ હવે ક્યાંય ટીએમસી જોવા મળતી નથી.
પીએમ મોદી (PM Modi) એ કહ્યું કે મમતા બેનર્જીને ખુલ્લેઆમ મુસ્લિમોના મત માંગવા પડી રહ્યા છે. જે દેખાડે છે કે મુસ્લિમ મતબેન્ક તમારા હાથમાંથી છટકી ગઈ છે. પરંતુ મમતા બેનર્જીને ચૂંટણી પંચની નોટિસ આવી નહીં. પરંતુ જો અમે કહ્યું હોત કે બધા હિન્દુઓ એક થઈ જાઓ અને ભાજપને મત આપો તો અમને ચૂંટણી પંચની નોટિસ આવી જાત. પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે મમતા બેનર્જીએ તમામ મુસલમાનોને એક થઈ જવાની વાત કરી હતી.
રેલીમાં પીએમ મોદી (PM Modi) એ કહ્યું કે હવે દીદી ઈવીએમને પણ ગાળ આપી રહ્યા છે, પરંતુ તમે તે ઈવીએમના કારણે જીત્યા હતા ત્યારે કશું થયું નહતું. તેનાથી સ્પષ્ટ થાય છે કે તમે ચૂંટણી હારી ચૂક્યા છો. પીએમ મોદીએ કહ્યું કે મમતા બેનર્જી કહે છે કે લોકો પૈસા લઈને ભાજપની રેલીમાં આવી રહ્યા છે. દીદી બંગાળના લોકોનું અપમાન કરે છે.
दीदी,
आप वैसे तो चुनाव आयोग को गालियां देती हैं, लेकिन हमने ये कहा होता कि सारे हिंदु एकजुट हो जाओ, बीजेपी को वोट दो, तो हमें इलेक्शन कमीशन के 8-10 नोटिस मिल गए होते।
सारे देश के एडिटोरियल हमारे खिलाफ हो गए होते।
— BJP (@BJP4India) April 6, 2021
પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે દીદીને તિલક લગાવનારા, ભગવો પહેરનારા સામે વાંધો છે. પીએમ મોદીએ કહ્યું કે મમતાદીદી આ ચૂંટણીમાં સેલ્ફ ગોલ કરી ચૂક્યા છે. તેમણે કહ્યું કે બે મેના રોજ બંગાળમાં જ્યારે ભાજપની સરકાર બનશે ત્યારે વિકાસના અભિયાનમાં ઝડપ આવશે. બંગાળમાં હવે દીદીનું જવાનું નક્કી થઈ ગયું છે. પહેલા બે તબક્કામાં અને આજના તબક્કામાં ભાજપની લહેર ચાલી રહી છે.
પીએમ મોદીએ કહ્યું કે દીદી હાલ એક સવાલ પૂછે છે કે શું ભાજપ ભગવાન છે જે તેને જીતની ખબર પડી ગઈ છે. તેમણે કહ્યું કે દીદી અમે તો સામાન્ય માણસ છીએ. જનતા જ ભગવાનનું સ્વરૂપ છે. તેમનાથી ખબર પડે છે કે હવા કઈ બાજુ છે. મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યું કે દીદી તમારો ગુસ્સો-વ્યવહાર અને વાણી જોઈને બાળકો પણ જણાવી શકે કે ટીએમસી ચૂંટણી હારી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે