લખનઉ: કમલેશ તિવારી હત્યાકાંડને અંજામ આપનારા હત્યારાઓ હજુ પણ પોલીસની પકડ બહાર છે. આ દરમિયાન પોલીસને એક મહત્વનું સીસીટીવી ફૂટેજ મળ્યું છે. લખનઉની જે ખાલસા ઈન હોટલમાં આ આરોપીઓ રોકાયા હતાં તે હોટલના સીસીટીવીમાં તેઓ કેદ થઈ ગયા છે. સીસીટીવી  ફૂટેજમાં આ બંને આરોપીઓના ચહેરા સ્પષ્ટપણે જોઈ શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કમલેશ તિવારી હત્યાકાંડમાં મોટો ખુલાસો, હોટલમાંથી લોહીના ધબ્બાવાળા ભગવા રંગના કપડાં મળ્યાં


હોટલના સીસીટીવીમાં કેદ થયેલા આ બંનેની તસવીરો કમલેશ તિવારીના હત્યારાઓની હોવાનું કહેવાય છે. આરોપીઓ ચેક ઈન કરી રહ્યાં હતાં તે વખતની આ તસવીર છે. આ ફૂટેજ દ્વારા પોલીસ આરોપીઓને પકડવામાં લાગી છે. પોલીસના જણાવ્યાં મુજબ આ તસવીરો તેમને ખુબ મદદગાર સાબિત થઈ શકે છે. આ હોટલમાંથી હત્યારાઓના લોહીના ધબ્બાવાળા કપડા અને બેગ પણ મળી આવ્યાં છે. 


જુઓ VIDEO


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...