કમલેશ તિવારી હત્યાકાંડમાં મોટો ખુલાસો, હોટલમાંથી લોહીના ધબ્બાવાળા ભગવા રંગના કપડાં મળ્યાં

કમલેશ તિવારી (Kamlesh Tiwari) હત્યા મામલે પોલીસ તપાસ તપાસમાં મોટી સફળતા હાથ લાગી છે. શનિવારે રાતે મળેલી સૂચનાના આધારે તપાસ ટીમ પશ્ચિમ ક્ષેત્રની એક હોટલ ખાલસા ઈનમાં પહોંચી હતી.

કમલેશ તિવારી હત્યાકાંડમાં મોટો ખુલાસો, હોટલમાંથી લોહીના ધબ્બાવાળા ભગવા રંગના કપડાં મળ્યાં

લખનઉ: કમલેશ તિવારી (Kamlesh Tiwari) હત્યા મામલે પોલીસ તપાસ તપાસમાં મોટી સફળતા હાથ લાગી છે. શનિવારે રાતે મળેલી સૂચનાના આધારે તપાસ ટીમ પશ્ચિમ ક્ષેત્રની એક હોટલ ખાલસા ઈનમાં પહોંચી હતી. તપાસ ટીમને અહીંથી કેટલાક ભગવા કલરના કપડાં અને એક મોટી બેગ મળી છે. સૂચના મળ્યા બાદ લખનઉ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ હોટલ ખાલસા ઈન પહોંચ્યા હતાં. અહીંથી પુરાવા ભેગા કરીને લઈ જવામાં આવ્યાં છે અને હોટલના તે રૂમની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.

મળેલી માહિતી મુજબ હોટલના રજિસ્ટરમાં નોંધાયેલા નામો મુજબ આ હોટલમાં શેખ અશફાક હુસૈન અને પઠાણ મોઈનુદ્દીન અહેમદ રોકાયેલા હતાં. હોટલના રૂમની અંદરના કબાટમાંથી બેગ, લાલ રંગનો કૂર્તો મળી આવ્યો અને બેડ ઉપર ભગવા રંગનો કૂર્તો પડ્યો હતો. જ્યારે કપડાંને ઉલટાવીને જોયા તો તેના પર લોહીના ધબ્બા હતાં. ટુવાલ પણ મળ્યો જે ખોલ્યો તો તેમાં પણ લોહીના ધબ્બા હતાં. 

જુઓ LIVE TV

આ બાજુ પોલીસનો દાવો છે કે આ એ જ કપડાં છે જે હત્યારાઓ હત્યા કરી તે વખતે પહેર્યા હતાં. અત્રે જણાવવાનું કે લખનઉ પોલીસે હાલમાં જ એ માહિતી મેળવી હતી કે ફૂટેજમાં જે મહિલા જોવા મળી રહી છે તે કોણ છે. સીસીટીવી ફૂટેજની તપાસ બાદ લખનઉ પોલીસે મહિલાની ઓળખ મડિયાવની હિમ સિટી કોલોનીની રહિશ શહનાઝ બાનો તરીકે કરી છે. 

એસએસપીના જણાવ્યાં મુજબ મહિલાએ પૂછપરછમાં જણાવ્યું છે કે શુક્રવારે કેન્ટ વિધાનસભા પેટાચૂંટણી માટે એક ઉમેદવારના પ્રચાર માટે મહિલાઓ અને કેટલાક અન્ય લોકો ગણેશગંજ ચાર રસ્તા પર ભેગા થઈ રહ્યાં હતાં ત્યારે જ બે લોકો આવ્યાં અને ખુર્શીદબાગનું એડ્રસ પૂછવા લાગ્યા હતાં. થોડી વાર ચાલતા ચાલતા તેણે બંનેને કોલોનીનું એડ્રસ જણાવ્યું હતું. પોલીસે કહ્યું કે આ મહિલાના નિવેદન સંબંધે તપાસ ચાલી રહી છે.  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news