નવી દિલ્લીઃ ઉત્તરપ્રદેશ પોલીસ હવે હિન્દુ પંચાંગની મદદથી રાજ્યમાં ગુનાખોરી રોકશે. આ માટે ઉત્તરપ્રદેશ પોલીસે પરિપત્ર જાહેર કરીને પંચાંગ આધારિત યોજના બનાવવાનું પણ સૂચન કર્યું છે. ઉત્તરપ્રદેશના કાર્યવાહક ડીજીપી વિજયકુમારે હિન્દુ પંચાંગ પ્રમાણે પોલીસિંગનો આદેશ આપ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પરિપત્રમાં કહેવાયું છે કે અમાસની રાત વધુ અંધકારમય અને લાંબી હોય છે. એટલે ગુનેગારો સૌથી વધુ સક્રિય હોય પોલીસે કહ્યું અમાસની રાત્રે વધુ ચોરીઓ થાય છે જેથી પંયાંગના આધારે પેટ્રોલિંગ ગોઠવો અને અમાસમાં ખાસ કાળજીઓ રાખો.


પોલીસે તેના આધારે પોતાની સુરક્ષા વ્યવસ્થા અને સાવધાની રાખવી પડશે. આ ઉપરાંત પોલીસે પંચાંગના આધારે હોટસ્પોટ પણ નક્કી કરવાના રહેશે. આ વૈજ્ઞાનિક બાબત છે. ઉત્તર પ્રદેશના તમામ જિલ્લા-તાલુકામાં થતા ગુનાનું વિશ્લેષણ કરતાં એ માલુમ પડ્યું છે કે હિન્દુ પંચાંગ પ્રમાણે અમાસના એક સપ્તાહ પહેલાં અને બાદમાં રાતે વધુ ગુના થાય છે. ઉત્તરપ્રદેશના વરિષ્ઠ પોલીસ અધિકારી દર મહિને આ ડેટાનું વિશ્લેષણ કરશે. સાથે પેટ્રોલિંગ વધારવા પણ તાકીદ કરાઈ છે.