લખનઉઃ ઉત્તર પ્રદેશ પોલીસ (UP Police)એ સોમવારે હાથરસ મામલે  (Hathras news) પત્રકાર પરિષદ યોજી હતી. એડીજી (કાયદો-વ્યવસ્થા) પ્રશાંત કુમારે કહ્યુ કે, એક કાવતરું અને ષડયંત્ર હેઠળ રાજ્યનો માહોલ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, અમે પૂરાવાના આધાર પર કાર્યવાહી કરી રહ્યાં છીએ. ઘણી એજન્સીઓ આ મામલાની તપાસ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એડીજી પ્રશાંત કુમારે કહ્યુ, 'હાથરસમાં પીડિતાના ભાઈના નિવેદન અને એફઆઈઆરના આધાર પર ચાર આરોપીઓની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવી છે. સરકારે સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. પરંતુ પ્રદેશમાં જાતિય હિંસા અને સરકારને બદનામ કરવાની નીયતથી પીડિત પરિવારના ઘરની આસપાસ ભ્રામક સૂચનાઓ ફેલાવવામાં આવી રહી છે.'


યોગી બોલ્યા- વિપક્ષ જોઈ રહ્યું છે UPમા તોફાનોનું સપનું, આંતરરાષ્ટ્રીય ફન્ડિંગથી ષડયંત્ર

લખનઉમાં પોસ્ટર લગાવનાર બે ઝટપાયા, અત્યાર સુધી 13 FIR
એડીજી પ્રશાંત કુમારે કહ્યુ કે, પોસ્ટરો, સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પ્રદેશનો માહોલ બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આવા કેટલાક લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. તેમણે કહ્યું, આ સંબંધમાં એક કેસ હાથરસના ચંદપામાં દાખલ થયો છે. અહીં એક વાયરલ ઓડિયોથી માહોલ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બુલંદશહર, પ્રયાગરાજ, અયોધ્યા, લખનઉ કમિશન્નરેટમાં કુલ 13 એફઆઈઆર નોંધવામાં આવી છે. લખનઉમાં વિવાદાસ્પદ પોસ્ટર લગાવનાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube