BJP Planning for 2024 Election: ઉત્તર પ્રદેશની મૈનપુરી લોકસભા સીટ પર પેટાચૂંટણી 2022માં મળેલી હાર બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)નું સમીકરણ બદલાઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટી 2023ની શહેરી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ અને 2024ની લોકસભા ચૂંટણી માટે બદલાયેલી વ્યૂહરચના પર કામ કરી રહી છે અને તેના માટે નવો રોડમેપ તૈયાર કર્યો છે. તમને જણાવી દઈએ કે 8 ડિસેમ્બરે જાહેર થયેલા મૈનપુરી ચૂંટણીના પરિણામોમાં સમાજવાદી પાર્ટીના ડિમ્પલ યાદવે ભાજપના રઘુરાજ સિંહ શાક્યને હરાવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૈનપુરીમાં હાર બાદ હવે ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં કાર્યકરોનું મનોબળ વધારવા માટે ગુજરાતમાં થયેલી જીતનો સહારો લેવાનું નક્કી કર્યું છે. પાર્ટી તેના કાર્યકરોને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મળેલી બમ્પર જીતમાંથી પ્રેરણા લેવાની સલાહ આપી છે. ભાજપે 2014ની લોકસભાની ચૂંટણી અને 2017ની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી 'ગુજરાત મોડલ'ના આધારે જીતી હતી.


આ પણ વાંચો: ફાયદા જાણશો તો વાસી રોટલી ફેંકવાનો જીવ નહી ચાલે, પાડોશી પાસેથી માંગીને પણ લાવશો
આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: કયા અનાજનો લોટ ખાવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, કંફ્યૂજન હોય તો આ વાંચી લો
આ પણ વાંચો: આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય


ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની જીતને  'સફળતા મોડેલ' તરીકે પસંદ કરી છે. ભાજપે તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં 2024ની લોકસભા ચૂંટણી અને યુપી નાગરિક ચૂંટણી માટે રોડમેપ તૈયાર કર્યો હતો. આ પછી લખનૌમાં એક દિવસીય રાજ્ય કાર્યકારિણીની બેઠક પણ યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય નેતૃત્વની યોજનાઓને લાગુ કરવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી.


એક રિપોર્ટ અનુસાર, બીજેપીના એક નેતાએ જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશમાં 2014ની સરખામણીમાં 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીનું પ્રદર્શન થોડું ખરાબ હતું..2022ની ચૂંટણીમાં પણ 2017ની સરખામણીમાં વોટ ટકાવારીમાં ઘટાડો થયો હતો. તેમણે કહ્યું કે આની પાછળ જ્ઞાતિ સમીકરણ અને એન્ટી ઈન્કમ્બન્સી હોઈ શકે છે. પેટાચૂંટણીમાં પણ પાર્ટીએ આઝમગઢ અને રામપુર જીતી હતી, પરંતુ માર્જિન ઓછું હતું. જ્યારે મૈનપુરી અને ખતૌલીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.


આ પણ વાંચો: જ્યારે ઓડિશનના બહાને કાસ્ટિંગ ડિરેક્ટરએ નોરાને બોલાવી ઘરે, આગળ જે થઇ થયું તે...
આ પણ વાંચો: અભિનેત્રીનો અનુભવ: 'ડાયરેક્ટરે સીન માટે પેટીકોટ ઉતરાવ્યો, 90 લાખ લોકોએ જોયો હતો સીન
આ પણ વાંચો:  અભિનેત્રીનું થયું શોષણ: હોટેલમાં લઈ જતો હતો અને મારા સ્કર્ટમાં હાથ નાખ્યો..


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube