લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે ભાજપના કાર્યકર્તાઓને અત્યારથી લોકસભા ચૂંટણી 2024ની તૈયારી માટે પ્રેરિત કર્યા છે. યોગી આદિત્યનાથે કહ્યુ કે, આગામી ચૂંટણીને લઈને આપણે અત્યારથી તૈયારી કરવી પડશે. તેમણે કહ્યું કે, આપણે લોકસભાની 75 સીટો જીતવાના લક્ષ્યને લઈને આગળ વધવુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિવારે યોગી આદિત્યનાથ અટલ બિહારી વાજપેયી સાઇન્ટિફિક કન્વેન્શન સેન્ટરમાં પાર્ટીની એક દિવસીય પ્રદેશ કાર્યસમિટીની બેઠકના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ 26 મેએ પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ભાજપની સરકારના આઠ વર્ષ પૂરા થવા પર શુભેચ્છાઓ આપી હતી. પીએમ મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા આદિત્યનાથે કહ્યુ કે, 2024 લોકસભા ચૂંટણીની જમીન આપણે અત્યારથી તૈયાર કરવી પડશે. 


આ પણ વાંચોઃ Video: જ્યારે રસ્તા પર થવા લાગ્યો માછલીઓનો વરસાદ! ડોલ અને ડબ્બા લઇને લૂંટવા પહોંચ્યા લોકો


કાર્યકર્તાઓને આપ્યો ટાર્ગેટ
ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી યોગીએ કહ્યુ કે, પાર્ટીને વિધાનસભા ચૂંટણીમાં સારૂ પરિણામ મળ્યું છે, તેથી આપણે 2024 માટે અત્યારથી આગળ વધવુ પડશે. તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે, 2024 લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીના નેતૃત્વને આપણે ફરી સાબિત કરવાનું છે, તેથી 75 સીટના ટાર્ગેટ સાથે અત્યારથી આગળ વધો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓ પર વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યુ કે, તમારા પરિશ્રમથી આ ફરી સાકાર થશે. આ કાર્યસમિતી વિશ્વાસની સાથે આગળ વધશે. 


મહત્વનું છે કે ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 સીટો છે. ભાજપે 2014ની લોકસભા ચૂંટણીમાં સહયોગીઓ સાથે કુલ 73 સીટ કબજે કરી હતી. જ્યારે લોકસભા ચૂંટણી 2019માં ભાજપને 62 અને અપના દળને બે સીટ મળી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube