Video: જ્યારે રસ્તા પર થવા લાગ્યો માછલીઓનો વરસાદ! ડોલ અને ડબ્બા લઇને લૂંટવા પહોંચ્યા લોકો

દુનિયામાં ઘણી ચમત્કારીક ઘટનાઓ વિશે સાંભળ્યું હશે. તાજેતરમાં જ દેશના ઘણા ભાગમાં થયેલી ઝમાઝમ વરસાદના વીડિયોઝે સોશિયલ મીડિયા પર દરેકનું ધ્યાન ખેંચ્યું છે. આ વાયરલ વીડીયો વરસાદનો નથી, પરંતુ માછલીઓની લૂંટનો છે.

Video: જ્યારે રસ્તા પર થવા લાગ્યો માછલીઓનો વરસાદ! ડોલ અને ડબ્બા લઇને લૂંટવા પહોંચ્યા લોકો

ish Rain Video: દુનિયામાં ઘણી ચમત્કારીક ઘટનાઓ વિશે સાંભળ્યું હશે. તાજેતરમાં જ દેશના ઘણા ભાગમાં થયેલી ઝમાઝમ વરસાદના વીડિયોઝે સોશિયલ મીડિયા પર દરેકનું ધ્યાન ખેંચ્યું છે. આ વાયરલ વીડીયો વરસાદનો નથી, પરંતુ માછલીઓની લૂંટનો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કોઇ ડોલ ડબ્બામાં માછલીઓ ભરીને જાય છે, તો કોઇ હેલમેટમાં માછલીઓને ભરતા જોવા મળે છે. 

ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલો વીડિયો બિહારના ગયા જિલ્લાના આમસ વિસ્તારનો છે, જ્યાં શનિવારે માછલીથી ભરેલો ટ્રકે કાબૂ ગુમાવ્યો હતો, જેના લીધે ટ્રકની પાછળના ભાગમાંથી માછલીઓનો વરસાદ થયો હતો. તો બીજી તરફ રસ્તા પર માછલીનું પૂર જોઇને લોકો લૂંટ મચાવી દીહ્દી. લોકોને જાણે લોટરી લાગી ગઇ હોય. રસ્તા પર પડેલી માછલીઓને સમેટવા માટે જેને જે મળ્યું તે લઇ લીધું. આ બધાની વચ્ચે કોઇ ડોલ તો કોઇ બોરી લઇને માછલીઓ ભરતું જોવા મળ્યું, તો ઘણા લોકો હેલમેટમાં માછલીઓને ભરતા જોવા મળી રહ્યા છે. 

જુઓ વીડિયો 

— Hari krishan (@ihari_krishan) May 28, 2022

જ્યારે લોકોએ રસ્તા પર માછલીઓની લૂંટ મચાવી છે. માછલીઓને જોઇને લોકોને જાણે લોટરી લાગી ગઇ છે. તમે જોઇ શકો છો કે જેને જે વાસણ મળ્યું અને રસ્તા પર પડેલી માછલીઓને તેમાં ભરવા લાગ્યા. કોઇ ડોલમાં માછલીઓને ભરતા જોવા મળી રહ્યા છે તો કોઇ માછલીઓને બોરીમાં ભરતા જોવા મળી રહ્યા છે. જ્યારે એક વ્યક્તિ પોતાનું હેલ્ટમેટ ઉતારીને તેમાં માછલીઓને ભરવા લાગ્યા. વીડિયો Hari krishan નામના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news