લખનઉ : ઉત્તરપ્રદેશ શિયા વકફ બોર્ડે પોતાની હેઠળ ચાલી રહેલ તમામ મદરેસાઓને કહ્યું કે, તેઓ સ્વતંત્રતા દિવસ ઉજવે સાથે જ ત્રિરંગો ફરકાવે અને રાષ્ટ્રગીત બાદ ભારત માતા કી જયનો ઉદ્ધોષ કરે. સમાચાર એજન્સી અનુસાર પ્રદેશ શિયા વકફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીએ મદરેસાને આદેશના હવાલાથી કહ્યું કે, બોર્ડ હેઠળ ચાલી રહેલ તમામ મદરેસાઓને નિર્દેશ આપવામાં આવ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોર્ડે ચેતવણી આપી છે કે, આદેશનું પાલન નહી કરનારા મદરેસાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. રિઝવીએ કહ્યું કે વકફની સંપત્તિઓ પર પ્રદેશમાં 1500 મદરેસાઓ અને શાળાઓ ચાલી રહી છે. ઉત્તરપ્રદેશ સરકારે પણ શું આ પ્રકારનો આદેશ ઇશ્યું કર્યો છે, આ સવાલ અંગે રાજ્યના લઘુમતી કલ્યાણ મંત્રી લક્ષ્મી નારાયણ ચૌધરીએ કોઇ સીધો જવાબ આપવાનું ટાળતા કહ્યું કે, જે ભારત વર્ષમાં પેદા થયા છે, તેમણે ભારત માતા કી જય બોલવાનું જ છે. 

ચૌધરીએ જણાવ્યું કે,અમે આદેશ ઇશ્યું કર્યો છે કે 15 ઓગષ્ટે ત્રિરંગા ફરકાવવામાં આવે. સ્વતંત્રતા સેનાનીઓ અને શહીદોને શ્રદ્ધાસુમન અર્પીત કરવામાં આવે. વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને શહીદોની શહાદત અંગે જણાવવામાં આવે અને વૃક્ષારોપણ કરવામાં આવે. 

એ સવાલ પર કે શું આ પગલું મુસલમાનોની દેશભક્તિ પારખવા માટે ઉઠાવવામાં આવ્યું છે. મંત્રીએ કહ્યું કે, નિશ્ચિત રીતે નહી. આ વિભાગીય આદેશ છે, બીજુ કંઇ નહી. અત્રે ઉલ્લેખનીય છે કે મદરેસાઓમાં ત્રિરંગા ફરકાવવા મુદ્દે ભારે વિવાદ થયો હતો.