લખનઉઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) UP TET પરીક્ષાના પેપર લીકના મામલામાં (Paper Leak Case) કડક વલણ અપનાવ્યું છે. મુખ્યમંત્રી યોગીએ કહ્યુ કે, UP TET નું પેપર લીક કરનાર વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ (Gangster Act) હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તેની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે. મહત્વનું છે કે આજે (રવિવારે) UP TET ની પરીક્ષા યોજાવાની હતી પરંતુ તે પહેલા પેપર લીક થઈ ગયું હતું. UP TETનું પેપર વોટ્સએપ પર વાયરલ થઈ ગયું હતું. ત્યારબાદ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. આશરે 21 લાખ ઉમેદવારો UP TET ની પરીક્ષામાં સામેલ થવાના હતા. 


દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી થશેઃ યોગી
મુખ્યમંત્રી યોગીએ ટ્વીટ કરી કહ્યુ- 'UP TET નું પેપર લીક કરનાર ગેંગની ધરપકડ કરવાનો આદેશ આપવામાં આવી ચુક્યો છે. દોષિતોની ઓળખ કરી ત્વરિત કાર્યવાહી કરવામાં આવી રહી છે. દોષિતો વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરી તેની સંપત્તિ જપ્ત કરવામાં આવશે.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube