ઝી બ્યૂરો, અમદાવાદઃ  દેશમાં બે રસીને મંજૂરી મળી ગઈ છે. ચારે તરફ આ બંને રસી એટલે કે  કોવિશીલ્ડ અને કોવેક્સિનની ચર્ચા છે. રસીના ટ્રાયલ પણ શરૂ થઈ ગયા  છે પણ નવા વર્ષની શરૂઆતમાં આશાની કિરણની સાથે વધુ એક  આશાનું કિરણ દેખાયુ છે. તે છે દેશમાંથી હજુ પણ રસીના સાત  દાવેદારો. દેશની સાત મોટી ફાર્મા કંપનીઓ વેક્સિશેનના પરીક્ષણના  તબક્કાની રાહ જોઈ રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 . ઝાયકોડ-વી, ઝાયડસ કેડિલા, અમદાવાદ
આ લિસ્ટમાં સૌથી આગળ છે ગુજરાતથી ઝાયકોડ-વી. કેડિલાની વેક્સિન  કેન્ડીડેટ ઝાયકોડ-વી દેશની ત્રીજી રસી બની શકે છે જેને મંજૂરી મળે.  હાલમાં ઝાયકોડ-વીને ત્રીજા તબક્કાના પરીક્ષણ માટે મંજૂરી આપી  દેવાઇ છે.

2. સ્પુતનિક V રેડ્ડીઝ લેબોરેટરી
આ તરફ રશિયાએ બનાવેલી સ્પુતનિક Vને ભારતીય વાતાવરણ માટે  તૈયાર કરી રહ્યુ છે ડો.રેડ્ડીઝ. ઝાયકોડ-વીની સાથે જ સ્પુતનિક Vને  મંજૂરી અપાવવાની ડો.રેડ્ડીઝની કોશિશ છે. સ્પુતનિક V બીજા અને ત્રીજા  તબક્કાના પરીક્ષણ કરી રહ્યું છે. બની શકે કે સ્પુતનિક V અને  ઝાયકોડ-વી બંનેને એકસાથે જ મંજૂરી આપવામાં આવે.

3. NVX COV 2373સિરમ ઈન્સ્ટિટ્યૂટ, પુણે
કોવિશીલ્ડની જેમ જ NVX COV 2373ને પણ ભારતમાં સિરમ  ઈન્ટિટ્યૂટ જ બનાવી રહ્યું છે. NVX COV 2373 અમેરિકી કંપની  નોવાવેક્સે બનાવી છે. ભારતમાં તેના બીજા અને ત્રીજા તબક્કાના  પરીક્ષણ પર કામકાજ ચાલી રહ્યું છે. આ વેક્સિનને હજુ એપ્રિલ સુધી  મંજૂરી મળવાની શક્યતા નથી.

4. ડાયનાવેક્સબાયોલોજિકલ ઈ લિમિટેડ, હૈદરાબાદ
અમેરિકાની કંપની ડાયનાવેક્સ કોર્પ લિમિટેડ હૈદરાબાદની કંપની  બાયોલોજિકલ ઈ લિમિટેડ સાથે મળીને આ રસી બનાવી રહી છે. આ  વેક્સિન તો હજુ પરીક્ષણના પહેલાં જ તબક્કામાં છે. એપ્રિલમાં ત્રીજા  તબક્કાનું પરીક્ષણ ચાલુ થઈ શકે. જુલાઈ પહેલાં આ વેક્સિનને મંજૂરીની  સંભાવના દેખાતી નથી.


વર્ષ 2021માં આ કંપનીઓ બહાર પાડશે નવા IPO, જલદી જાણીલો તો ફાયદામાં રહેશો

5. HGCO 19 વેક્સિન જીનોવા ફાર્મા, પુણે
પુણેની કંપની જીનોવા ફાર્મા આ વેક્સિનને અમેરિકાની કંપની HDT  બાયોટેક કોર્પોરેશન સાથે મળીને બનાવી રહી છે. આ વેક્સિનના તો હજુ  પ્રથમ તબક્કાના પરીક્ષણ પણ શરુ થવાના છે. એ પછી બીજો અને  ત્રીજો તબક્કો. જુલાઈ પહેલાં મળવાની કોઈ શક્યતા નથી. આ વેક્સિનને  ભારત સરકાર તરફથી આર્થિક મદદ પણ મળી રહી છે

6. નઝલ વેક્સિન ભારત બાયોટેક, હૈદરાબાદ
ઈન્જેક્શનથી સ્નાયુઓમાં નહીં પણ સીધા જ નાક વાટે આ રસી  આપવામાં આવશે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક બે રસી બનાવી  રહ્યું છે. જે બંને નાક વાટે આપવાની જ છે. બીજી ખાસ વાત એ છે કે આ  વેક્સિનનો એક જ ડોઝ લેવાનો રહેશે. અમેરિકાની બે અલગ અલગ  કંપનીઓ અને યુનિવર્સિટી સાથે મળીને ભારત બાયોટેક આ બંને  વેક્સિન વિકસાવી રહી છે. પરીક્ષણના તબક્કા શરૂ થવાના બાકી છે.  બની શકે કે આ વર્ષે સપ્ટેમ્બર બાદ તૈયાર થાય.

7. અરબિંદો ફાર્મા વેક્સિન, અરબિંદો ફાર્મા
પ્રોફેક્ટ્સ બાયોસાયન્સે વિકસાવેલી આ વેક્સિનને અમેરિકાની ઓરો  વેક્સિન સાથે મળીને ભારતની અરબિંદો ફાર્મા તૈયાર કરી રહી છે.  પરીક્ષણ સહિત તમામ હજુ બાકી છે. 6થી 7 મહિના પરીક્ષણમાં લાગશે.  સપ્ટેમ્બર પછી જ આ વેક્સિન મળે તેવી શક્યતા છે. ખાસ વાત એ છે કે  મોટાભાગની વેક્સિન સંપૂર્ણપણે ભારતીય સાહસ છે. જેમ કે ઝાયકોડ-વી  સંપૂર્ણ સ્વદેશી વેક્સિન હશે. એ જ રીતે અન્ય વેક્સિન પણ છે. જો કે  આવતા બેથી ત્રણ મહિના સુધી કોઈ બીજી વેક્સિનને મંજૂરી મળે તેવું  હાલના તબક્કે તો લાગતું નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube