ઉજ્જૈન: ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારી (Kamlesh Tiwari)ની હત્યાથી રાજકીય ભૂકંપ આવી ગયો છે. હજુ તો આ ઘટનાનું કોકડું ઉકેલાયું નથી ત્યાં અન્ય એક હિન્દુવાદી નેતાને મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી મધ્ય પ્રદેશના ઉજ્જૈનના હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાને મળી છે. મળતી માહિતી મુજબ ઉપદેશ રાણાને ફોન દ્વારા આ ધમકી અપાઈ છે. તેમના મોબાઈલ પર એક કોલ આવ્યો હતો. જેમાં શબ્બીર નામના વ્યક્તિએ તેમને મારી નાખવાની ધમકી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરિયાણાની વિધાનસભા ચૂંટણીની પળેપળની અપડેટ માટે કરો ક્લિક...


ઉપદેશ રાણાએ તેમને જીવનું જોખમ હોવાનું કહ્યું છે. ત્યારબાદ તેમણે આ મામલે ફરિયાદ નોંધાવી છે. માકડૌન પોલીસ મથકમાં તેમના સાથી દિલિપ ચૌહાણે ફરિયાદ દાખલ કરી છે જેમાં કહેવાયું છે કે ઉપદેશ રાણાને મોબાઈલ પર ફોન કરીને શબ્બીર નામની કોઈ વ્યક્તિએ ધમકી આપી અને ઉત્તર પ્રદેશના કમલેશ તિવારી જેવા હાલ કરવાની વાત કરી છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...