સંસદની ગરિમાના લીરે લીરા ઉડ્યા, કોંગ્રેસ સાંસદ BJP નેતા ડો. હર્ષવર્ધનને મારવા દોડ્યા
લોકસભામાં આજે તે સમયે ભારે હોબાળો જોવા મળ્યો જ્યારે કેન્દ્રીય મંત્રી ડો.હર્ષવર્ધન રાહુલ ગાંધીના એક નિવેદનનો ઉલ્લેખ કરી રહ્યાં હતાં. તેનાથી કોંગ્રેસના સાંસદ મનિકામ ટાગોર એટલા નારાજ થઈ ગયા કે તેઓ હાથાપાઈના ઈરાદે હર્ષવર્ધન તરફ દોડ્યાં.
નવી દિલ્હી: લોકસભામાં આજે તે સમયે ભારે હોબાળો જોવા મળ્યો જ્યારે કેન્દ્રીય મંત્રી ડો.હર્ષવર્ધન રાહુલ ગાંધીના એક નિવેદનનો ઉલ્લેખ કરી રહ્યાં હતાં. તેનાથી કોંગ્રેસના સાંસદ મનિકામ ટાગોર એટલા નારાજ થઈ ગયા કે તેઓ હાથાપાઈના ઈરાદે હર્ષવર્ધન તરફ દોડ્યાં.
કોંગ્રેસના સાંસદ મનિકામ ટાગોર જ્યારે હર્ષવર્ધન તરફ દોડ્યા તો વચ્ચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને અન્ય લોકોએ તેમને રોકી દીધા. લોકસભામાં જે સમયે આ બધો હોબાળો મચ્યો તે સમયે રાહુલ ગાંધી સદનમાં જ હાજર હતાં.
VIDEO મુંબઈ: રેલવે સ્ટેશન પર મહિલાઓને KISS કરીને ભાગી જનારો પકડાયો, થયા ચોંકાવનારા ખુલાસા
ભાજપના સાંસદ જગદંબિકા પાલે કહ્યું કે કેન્દ્રીય મંત્રી ડો.હર્ષવર્ધન લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદન પર બોલી રહ્યાં હતાં ત્યારે જ કોંગ્રેસ સાંસદ મનિકામ ટાગોર તેમની તરફ દોડ્યા. ભારતના લોકતંત્ર માટે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે.
અત્રે જણાવવાનું કે રાહુલ ગાંધીએ બુધવારે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર કરતા એક વિવાદિત નિવેદન આપ્યું હતું. રાહુલે કહ્યું હતું કે બેરોજગાર યુવાઓ એટલા તે ગુસ્સામાં છે કે તેઓ છ મહિનાની અંદર મોદીને ડંડા મારવા લાગશે. ડો. હર્ષવર્ધન એ જ નિવેદનનો ઉલ્લેખ કરી રહ્યાં હતાં.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube