UPSC Prelims Exam 2020: પરીક્ષા સ્થગિત, જાણો ક્યારે જાહેર થશે નવી તારીખ
યૂપીએસસીનું કહેવું છે કે હજુ કોવિડ-19ના સતત વધતા પ્રભાવને જોતા આયોગે નિર્ણય કર્યો છે. હાલ જે પ્રકારે ત્રીજીવાર લૉકડાઉન વધારવામાં આવ્યું છે, તેને જોતા આટલા મોટા પાયા પર આયોજન કરવું સંભવ નથી.
નવી દિલ્હીઃ સંઘ લોક સેવા આયોગ (UPSC)એ આગામી સૂચના સુધી સિવિલ સેવા પ્રારંભિક પરીક્ષાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. મહત્વનું છે કે આ પરીક્ષા 31 મેએ યોજાવાની હતી.
યૂપીએસસી અધિકારીઓ અનુસાર હવે 20 માર્ચ સુધી સ્થિતિઓના મૂલ્યાંકન બાદ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે. મહત્વનું છે કે અરવિંદ સેક્સેનાની અધ્યક્ષતામાં આયોગની એક બેઠક સોમવારે યોજાઇ જેમાં યૂપીએસસીના વરિષ્ઠ અધિકારીઓએ પરીક્ષાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા 4 મેથી બે સપ્તાહ માટે શરૂ થનારા લૉકડાઉનના નિર્ણય બાદ લેવામાં આવ્યો છે.
યૂપીએસસીનું કહેવું છે કે હજુ કોવિડ-19ના સતત વધતા પ્રભાવને જોતા આયોગે નિર્ણય કર્યો છે. હાલ જે પ્રકારે ત્રીજીવાર લૉકડાઉન વધારવામાં આવ્યું છે, તેને જોતા આટલા મોટા પાયા પર આયોજન કરવું સંભવ નથી. ખાસ કરીને રેડ અને ઓરેન્જ ઝોનમાં વધુ મુશ્કેલી છે.
દિલ્હી હિંસા: મોતને ભેટેલા IB કર્મચારી અંકિત શર્માના પરિવારને ક્યારે મળશે 1 કરોડ, કેજરીવાલે જણાવ્યું
અધિકારીઓએ જણાવ્યું કે પ્રીલિમ્સ માટે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બસ તે ફેરફાર થયો છે કે સ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવશે.
આ નિર્ણય કોરોના વાયરસ મહામારી અને લૉકડાઉનને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. યૂપીએસસીના એક અન્ય અધિકારીએ કહ્યું કે, 20 મે બાદ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે.
મહત્વનું છે કે લૉકડાઉન દરમિયાન ઘણી પરીક્ષા સ્થળ બનેલી શાળાને ક્વોરેન્ટાઇન કેન્દ્રોમાં પરિવર્તિત કરવામાં આવી હતી. આ સિયા હજુ વિદ્યાર્થીઓને ત્યાં પહોંચવામાં પણ મુશ્કેલી હતી. તેથી આ તમામ સમસ્યાઓને ધ્યાનમાં રાખતા આયોગે આ નિર્ણય લીધો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર