UPSC ટોપર્સ ટીના ડાબી અને અતહર આમિરનાં લગ્ન: જુઓ PICS
અતહર અને ટીના ની ટ્રેનિંગ દરમિયાન મુલાકાત થઇ હતી જ્યાં આમીરને પહેલી નજરમાં જ ટીના સાથે પ્રેમ થઇ ગયો હતો
નવી દિલ્હી : IAS ટોપર ટીના ડાબી લગ્નનાં બંધનમાં બંધાઇ ચુકી છે. તેણે 2015 યુપીએસસી પરીક્ષામાં બીજુ સ્થાન પ્રાપ્ત કરનાર અતહર આમિર ઉલ શફી ખાન સાથે લગ્ન કર્યા છે. અતહર અને ટીના ની ટ્રેનિંગ દરમિયાન મુલાકાત થઇ હતી. ત્યાર બાદથી તે બંન્ને રિલેશનમાં હતા. સોશ્યલ મીડિયા પર પણ બંન્ને એક બીજાની સાથેની તસ્વીરો શેર કરતા હતા. બંન્નેએ આશરે ત્રણ વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું.મળતી માહિતી અનુસાર ટીના અને અતહરનાં લગ્નનું આયોજન શનિવારે કાશ્મીરમાં કરવામાં આવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે, ટીના ડાબી દિલ્હીની રહેવાસી છે જ્યારે અતહર કાશ્મીર નિવાસી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર બંન્ને પરિવારોની પરવાનગી બાદ આ લગ્નનું આયોજન અનંતનાગનાં પહેલગામ ખાતે આવેલ ટૂરિસ્ટ રિઝોર્ટમાં કરવામાં આવ્યું હતું. ટીના પોતાનાં પરિવાર તથા સંબંધીઓ સાથે શુક્રવારે કાશ્મીર પહોંચી હતી. જ્યાં કેટલીક ધાર્મિક વિધી બાદ શનિવારે લગ્ન સમારોહ થયો. ત્યાર બાદ બંન્ને અતહરનાં પૈતૃક ગામ દેવેપોરા મટ્ટન ખાતે જતા રહ્યા હતા. બંન્નેનાં લગ્ન અંગે કાશ્મીરનાં એક પત્રકારે પહેલા જ ટ્વીટ કરીને માહિતી આપી હતી. જેનાં પર લોકોએ સવાલ પણ ઉઠાવ્યા હતા. લોકોએ તે જાણવાની ઉત્સુકતા પણ દર્શાવી હતી કે તે બંન્ને માત્ર લગ્ન જ કરશે કે કાશ્મીરમાં જ રહેવાનો ઇરાદો છે. આના જવાબ હતો કે બંન્ને અનંતનાગ આવતા જતા રહેશે.
મળતી માહિતી અનુસાર ટીના અને અતહરે કાશ્મીરને પોતાનાં લગ્નનું ડેસ્ટિનેશન બનાવ્યું તેની પાછળ પણ મોટુ કારણ હતું. કાશ્મીરનાં મોટા ભાગનાં સમાચાર હિંસા અથવા આતંકવાદનાં હોય છે. જેમાં લોકોનાં મનમાં કાશ્મીર મુદ્દે નકારાત્મક છબી હતી. તેને બદલવા માટે બંન્નેએ કાશ્મીરને પોતાનું વેડિંગ ડેસ્ટિનેશન બનાવ્યું છે.
વર્ષ 2015માં યુપીએસસી પરીક્ષામાં ટીના ડાબીએ પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ પરીક્ષામાં અતહર બીજા સ્થાન પર હતો. બંન્નેએ મસુરી ખાતે લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ફોર એડમિનિસ્ટ્રેશનમાં ટ્રેનિંગ લીધી હતી. અહીં જ તે બંન્ને એક બીજાને પહેલીવાર મળ્યા હતા. અતહરને પહેલી જ નજરમાં ટીના સાથે પ્રેમ થઇ ગયો હતો. તેમણે અહીં ટીનાને પ્રપોઝ કરી હતી. ત્યાર બાદ બંન્ને રિલેશનમાં આવ્યા હતા.
મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં ટીનાએ કહ્યું હતું કે, અતહર ખુબ જ સારો વ્યક્તિ છે. અતહરને પહેલી જ નજરમાં મને પ્રેમ કરી બેઠો હતો. ત્યાર બાદ વર્ષ 2016માં ટીનાએ સોશ્યલ સાઇટ પર અતહરની સાથે લગ્ન કરવાની વાત કરી હતી. જો કે ઘણા લોકોએ આ સંબંધની આલોચના પણ કરી હતી. જો કે આ કપલનાં સંબધો પર તેની કોઇ જ અસર ક્યારે પણ પડી નહોતી.