નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રિમંડળની બેઠકમાં જમ્મૂ કાશ્મીર રાજભાષા ખરડો 2020 ને રજૂ કરવાની મંજૂરી આપી દીધી છે. બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરએ પ્રેસ કોન્ફરન્સની જાણકારી આપી. તેમણે જણાવ્યું કે સરકાર દ્વારા જમ્મૂ કાશ્મીર માટે રાજભાષા ખરડો લાવવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે 5 ભાષાઓમાં ઉર્દૂ, કાશ્મીર, ડોગરી, હિંદી અને અંગ્રેજી સત્તાવાર ભાષાઓ હશે. આ સાવર્જનિક માંગના આધાર પર કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહએ જણાવ્યું કે જમ્મૂ અને કાશ્મીરમાં ડોગરી, હિંદી અને કાશ્મીરને સત્તાવાર ભાષાઓના રૂપમાં સામેલ કરવી ના ફક્ત લાંબા સમયથી પેન્ડીંગ માંગની પૂર્તિ છે. પરંતુ 5 ઓગસ્ટ 2019 બાદ સમાનતાની ભાવનાને ધ્યાનમાં રાખતાં પણ આવો નિર્ણય કરવામાં આવ્યો.  


કર્મયોગી યોજનાને મંજૂરી
કેન્દ્રીય સૂચના તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરએ જણાવ્યું હતું કેબિનેટએ કર્મયોગી યોજનાને મંજૂરી આપી છે, જે સરકારી ઓફિસરોના કામને સારું કરવા માટે કામ કરશે. આ સરકાર તરફથી અધિકારીઓની ક્ષમતાને  વધારવાની મોટી યોજના છે. તેમણે જણાવ્યું કે ભરતી થયા બાદ વિભિન્ન કર્મચારી, અધિકારીની ક્ષમતાનું સતતનું વર્ધન કેવી હોય, તેના માટે ક્ષમતા વર્ધનનો કાર્યક્રમ ચાલશે. તેનું નામ 'કર્મચારી યોજના' છે અને 21મી સદીની સરકારના માનવ સંસાધનના સુધારનો એક મોટો સુધારો કહેવાશે. તેમણે કહ્યું કે ભરતી થયા બાદ વિભિન્ન કર્મચારીઓની કર્યક્ષમતાને વધારવા માટે સતત કાર્યક્રમ ચાલશે જેનું નામ 'કર્મયોગી યોજના છે'.

કાર્મિક તથા ટ્રેનિંગ વિભાગના સચિવ સી ચંદ્રમૌલીએ કહ્યું કે એક સિવિલ સેવકને સમાજનો પડકારોનો સામનો કરવા માટે કલ્પનાશીલ અને ઇનોવેટિવ, સક્રિય અને વિનમ્ર, પેશેવર અને પ્રગતિશીલ, ઇર્જાવાન અને સક્ષમ, પારદર્શી અને ટેકનીકલ સક્ષમ, રચનાત્કમ અને સર્જનાત્મક હોવું જોઇએ.  

ત્રણે દેશો સાથે થયા મહત્વપૂર્ણ કરાર
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર જણાવ્યું કે ત્રણ મહત્વપૂર્ણ કરાર થયો પહેલો જાપાન સાથે વસ્ત્ર મંત્રાલયનું, ખનન મંત્રાલયનું ફિનલેન્ડ સાથે અને નવીન ઉર્જા મંત્રાલયનું ડેનમાર્ક સાથે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube