વોશિંગટન: અમેરિકાએ 2008ના મુંબઇ હુમલામાં શામેલ કોઇપણ આરોપીની ધરપકડ અથવા તેની ગુનેગાર હોવાની જાણકારી આપનારને 50 લાખ ડોલરનું ઇનામ આપવાની રોમવારે જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રંપ પ્રશાસને મુંબઇ હુમલાની 10મી વરસી પર આ મોટા ઇનામ (35 કરોડ રૂપિયાથી વધારે)ની જાહેરાત કરી છે. લશ્કર-એ-તૈયબાના 10 પાકિસ્તાની આતંકવાદીઓને ભારતની નાણાકીય રાજધાની પર હુમલો કર્યો હતો. જેમાં 6 અમેરિકન સહિત 166 લોકોનો મોત થયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પગલું ઉપરાષ્ટ્રપતિ માઇક પેંસના સિંગાપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે બેઠક કર્યાના એક પખવાડિયાથી ઓછા સમયમાં ઉઠાવ્યું છે. તે સમય દરમિયાન તે સમજી શકાય છે કે આ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો હતો કે મુંબઇ હુમલાના 10 વર્ષના પછી પણ હુમલામાં શામેલ ગુનેગારોને ન્યાયના અધિકાર હેઠળ લાવવામાં આવ્યા નથી.


વિદેશ મંત્રાલયના રિવાર્ડ્સ ફોર જસ્ટિસ પ્રોગ્રામે કહ્યું છે કે તેઓ મુંબઇ હુમલાને જણે પણ અંજામ આપ્યો, કાવતરૂ ઘડ્યુ, તેને અંજામ આપવામાં મદદ કરી તથા ઉશ્કેરાવ્યો તેની ધરપકડ અથાવ કોઇ દેશમાં ગુનેગારની સૂચના આપનારને 50 લાખ ડોલર સુધીનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.


તેમણે કહ્યું કે, અમેરિકા 2008ના મુંબઇ હુમલા માટે જે પણ જવાબદાર છે તેમની ઓળખ કરવા અને તેમને ન્યાયના અધિકાર હેઠળ લાવવા માટે તેમના આંતરરાષ્ટ્રીય સહયોગીઓની સાથે મળીને કામ કરવા માટે સમર્પિત છે. આ જાહેરતા મુંબઇ હુમલામાં શામેલ લોકો વિશે જાણકારી મેળવવા માટે આ પ્રકારનું ત્રીજૂ ઇનામ છે. એપ્રિલ 2012માં વિદેશ મંત્રાલયે લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક હાફિઝ સઇદ અને લશ્કરના એક અન્ય વરિષ્ઠ નેતા હાફિઝ અબ્દુલ રહમાન મક્કીને ન્યાયના અધિકાર હેઠળ લાવવ માટે જાણકારી આપનારને ઇનામ આપવાની જાહેરતા કરી હતી.


વિદેશ મંત્રાલયે કહ્યું કે ડિસેમ્બર 2001માં વિદેશ મંત્રાલયે લશ્કર-એ-તૈયબાને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું. આ જાહેરતા આતંકવાદની સામે લડાઇમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને આતંકવાદી ગતિવિધીઓ માટે સમર્થનમાં ઘટાડો કરવા અને સમૂહો પર આતંકવાદના કારોબારથી અલગ થવા માટે દબાણ બનાવવાનું સાધન છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...