વોશિંગટનઃ અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારતના અધિકારીઓએ શુક્રવારે બેંગકોકમાં એક બેઠક યોજી અને અને તેમાં મુક્ત, ઉદાર અને સર્વમાવેશક  હિન્દ-પ્રશાંત વિસ્તાર માટે સામુહિક પ્રયાસો અંગે ચર્ચા-વિચારણા કરી હતી. નવેમ્બર, 2017માં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાને હિન્દ-પ્રશાંત વિસ્તારમાં મહત્વના સમુદ્રી માર્ગોને કોઈ પણ એક દેશના પ્રભાવથી મુક્ત રાખવા માટે એક નવી રણનીતિ વિકસિત કરવાના લાંબા સમયથી પડતર "ક્વાડ" ગઠબંધનને સ્વરૂપ આપ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંગકોકમાં યોજાયેલી આ બેઠક દરમિયાન ચાર દેશોએ આ વિસ્તારમાં નિયમ-આધારિત શાસનને જાળવી રાખવા અને તેને પ્રોત્સાહન આપવા માટે સંયુક્ત રીતે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.


અમેરિકાના વર્જિનિયામાં મ્યુનિસિપલ બિલ્ડિંગમાં અંધાધૂંધ ગોળીબાર, 12 મોત, 6 ઘાયલ 


આ ચાર દેશોના અધિકારીઓએ આંતરરાષ્ટ્રીય ધારા-ધોરણ અનુસાર ગુણવત્તા આધારિત માળખા માટે પારદર્શખ, સિદ્ધાંત-આધારિત રોકાણને પ્રોત્સાહન આપવા અને ખાનગી ક્ષેત્રની ક્ષમતાનો ફાયદો ઉઠાવવા માટે દરેક દેશ દ્વારા કરવામાં આવેલી પહેલ અંગે પણ ચર્ચા-વિચારણા કરી હતી. 


જૂઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે કરો અહીં ક્લિક...