નવી દિલ્હી: અફઘાનિસ્તાન (Afghanistan) માંથી અમેરિકી સેનાની વાપસી બાદ ત્યાં આતંકીઓને કાબૂમાં રાખવા માટે ભારતની રણનીતિક ભાગીદારી અનેક દેશો માટે ખુબ મહત્વની બની ગઈ છે. આતંકીઓ પર પ્રહાર માટે અમેરિકા (America) ભારતની મદદ લઈ શકે છે. આ માટે તે બેસ બનાવવા ઉપર પણ વિચાર કરી રહ્યું છે. અમેરિકા તરફથી ભારતમાં બેસ બનાવવાની તક શોધવાની ખબરો પર જોકે  ભારત તરફથી કોઈ પુષ્ટિ કે ખંડન નહીં કરવાની વાત એ સંકેત આપે છે કે આ રણનીતિક મુદ્દે હાલ કોઈ પણ પત્તું ખોલવા માંગતું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આ ખબરોથી અમે માહિતગાર છીએ. અમે તથ્યોની તપાસ કરી રહ્યા છીએ અને વધુ માહિતી મેળવી રહ્યા છીએ. આ બાજુ રણનીતિક મામલાઓના જાણકારો માને છે કે ભારત એટલી સરળતાથી બેસ બનાવવાની મંજૂરી આપશે નહીં. પરંતુ બદલાયેલી સ્થિતિમાં અનેક વિકલ્પો પર ચર્ચા થવી શક્ય છે કારણ કે આતંકવાદ ભારત અને અમેરિકા માટે કોર મુદ્દો છે. ભારતે લગભગ તમામ આંતરરાષ્ટ્રીય મંચો પર આતંકવાદને લઈને પોતાની વાતને ફોકસમાં રાખી છે. 


જાણકારોનું કહેવું છે કે અમેરિકા અને રશિયાના ટોચના સુરક્ષા અધિકારીઓના તાજેતરના ભારત પ્રવાસથી સ્પષ્ટ સંકેત છે કે આ વિસ્તારની રણનીતિને લઈને ઘણું બધુ પડદા પાછળ ચાલી રહ્યું છે. અફઘાનિસ્તાનની સ્થિતિ પર ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સુરક્ષા તથા ગુપ્તચર એજન્સીઓ દ્વારા સતત ઈનપુટ મેળવી રહ્યા છે અને ઉચ્ચ સ્તરે પણ નજર રાખવામાં આવી રહી છે. ભારત હાલ પોતાના હિતો  શોધી રહ્યું છે. 


અફઘાનિસ્તાન મુદ્દે ડબલ ગેમ રમીને ખુશ થઈ રહેલા પાકિસ્તાનને અમેરિકાએ આપ્યો મોટો ઝટકો


બ્લિંકને વિસ્તૃત જવાબ આપ્યો નહીં
વાત જાણે એમ છે કે અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાની વાપસી બાદ  ભવિષ્યમાં પણ અમેરિકા અફઘાનિસ્તાનથી ઓપરેટ કરી રહેલા આતંકી જૂથો વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરવાની તૈયારી રાખવા માંગે છે. અમેરિકી પ્રશાસન આ અંગે બીજા દેશોમાં પોતાનો બેસ/સ્ટેજિંગ એરિયા બનાવવાની વાતો કરી રહ્યું છે. જેથી કરીને જરૂર પડે તો તે અફઘાનિસ્તાનમાં આતંકીઓ અને તેમના ઠેકાણા પર 'ઓવર ધ હોરાઈઝન' હુમલા કરી શકે. જ્યારે અમેરિકામાં વિદેશ મામલાઓની સંસદીય સમિતિમાં અમેરિકી વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકનને (Antony Blinken)  સવાલ પૂછ્યો કે શું ભારતમાં પણ અમેરિકા પોતાનો આવો કોઈ બેસ બનાવવા માંગે છે કે ભારત સરકાર સામે અમેરિકાએ આવી કોઈ માંગણી રજુ કરી છે તો બ્લિંકને ખુલીને સ્પષ્ટ જવાબ તો ન આપ્યો પરંતુ તેની સંભાવનાથી ઈન્કાર પણ ન કર્યો. 


બ્લિંકને કહ્યું કે અમેરિકા ભારતના સંપર્કમાં છે અને સ્ટેજિંગ એરિયા અને એવી કોઈ પણ યોજના અંગે તેઓ સમિતિ સામે જાહેરમાં જાણકારી આપી શકે નહીં. રિપબ્લિકનના સાંસદ માર્ક ગ્રીને સ્ટેજિંગ એરિયા માટે ઉત્તર પશ્ચિમ ભારતને યોગ્ય ગણાવ્યું અને કહ્યું કે દોહા અને અન્ય વિસ્તારો અફઘાનિસ્તાનથી ખુબ દૂર છે. 


Afghanistan: અફઘાન મૂળના ભારતીય નાગરિકનું કાબુલમાં અપહરણ, સહયોગીએ આ રીતે જીવ બચાવ્યો


પાકિસ્તાન મંજૂરી આપશે નહીં
એવા પણ રિપોર્ટ છે કે અફઘાનિસ્તાનથી બહાર નીકળતા પહેલા અમેરિકાએ પાકિસ્તાન પાસે મિલેટ્રી બેસ બનાવવાની માગણી કરી હતી ત્યારબાદ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને જાહેરમાં કહ્યું હતું કે તેઓ સીઆઈએને સરહદપાર આતંક વિરોધી અભિયાનો માટે જમીન પર બેસ બનાવવાની મંજૂરી નહીં આપે જો કે આ મામલે હજુ પાકિસ્તાને તસવીર સ્પષ્ટ કરી નથી. 


UNHRC ની બેઠકમાં ભારતના નિશાને પાક, કહ્યું- તે આતંકીઓનું સમર્થન કરવા માટે જાણીતું છે


તાલિબાનને પાળી રહ્યું છે પાકિસ્તાન
અમેરિકાના રિપબ્લિકન પાર્ટીના સાંસદ માર્કો રૂબિયોએ  કહ્યું કે પાકિસ્તાનની તાલિબાનને મજબૂત કરવામાં ભૂમિકા, પાકિસ્તાન સરકારમાં સામેલ કટ્ટરંપથીઓની જીત છે. અફઘાનિસ્તાનમાં જે હાલાત પેદા થઈ રહ્યા છે અને પાકિસ્તાન ત્યાં જે ભૂમિકા ભજવી રહ્યું છે તે ભારત માટે સારો સંદેશ નથી. રૂબિયોએ અફઘાનિસ્તાન પર કોંગ્રેસની સુનાવણી દરમિયાન કહ્યું કે અમેરિકાના અનેક વિભાગ પાકિસ્તાનની ભૂમિકાને અવગણવા બદલ દોષી છે. 


ભારતમાં હોબાળો
બ્લિંકનના આ નિવેદન બાદ જો કે ભારતમાં ઘમાસાણ જોવા મળી રહ્યું છે. વિપક્ષે કેન્દ્ર સરકારને ઘેરવાનું શરૂ કરી દીધુ છે. કોંગ્રેસ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનિષ તિવારીએ સરકારને સવાલ કર્યો કે શું એ સાચુ છે કે અમેરિકાએ ભારતનો સંપર્ક કર્યો છે કે તે ઉત્તર પશ્ચિમમાં આપણી જમીન અફઘાનિસ્તાન વિરુદ્ધ હવાઈ હુમલા માટે ઉપયોગમાં લેવાની મંજૂરી આપે. તેમણે કહ્યું કે તે ભારતના સાર્વભૌમત્વનો સૌથી મોટો ભંગ હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube