UNHRC ની બેઠકમાં ભારતના નિશાને પાક, કહ્યું- તે આતંકીઓનું સમર્થન કરવા માટે જાણીતું છે


India at UN Human Rights Council: અમારા દેશ વિરુદ્ધ પોતાના ખોટા અને દુર્ભાવનાપૂર્વ પ્રોપેગેન્ડાનો પ્રચાર કરવા માટે પરિષદ તરફથી આપવામાં આવેલા મંચોનો દુરૂપયોગ કરવો પાકિસ્તાનની આદત બની ગઈ છે. 

UNHRC ની બેઠકમાં ભારતના નિશાને પાક, કહ્યું- તે આતંકીઓનું સમર્થન કરવા માટે જાણીતું છે

નવી દિલ્હીઃ India at UN Human Rights Council: સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 48માં સત્રમાં ભારતે આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને ફટકાર લગાવી છે. ભારત તરફથી સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું કે, પાકિસ્તાન એક એવો દેશ છે જેને વિશ્વ સ્તર પર આતંકવાદીઓનું ખુલ્લુ સમર્થન, તાલીમ, ફન્ડિંગ અને હથિયાર આપવા માટે જાણીતું છે. તેમાં સંયુક્ત રાષ્ટ્ર તરફથી પ્રતિબંધિત આતંકવાદી પણ સામેલ છે. પાકિસ્તાન રાજકીય નીતિ તરીકે ખુલ્લીને આતંકવાદીઓનું સમર્થન કરી રહ્યું છે. અમારા દેશ વિરુદ્ધ પોતાના ખોટા અને દુર્ભાવનાપૂર્વ પ્રોપેગેન્ડાનો પ્રચાર કરવા માટે પરિષદ તરફથી આપવામાં આવેલા મંચોનો દુરૂપયોગ કરવો પાકિસ્તાનની આદત બની ગઈ છે. 

અલ્પસંખ્યકોના અધિકારોની રક્ષામાં પાકિસ્તાન નિષ્ફળઃ ભારત
ભારતે કહ્યું- માનવાધિકાર પરિષદ પાકિસ્તાન તરફથી તેની સરકાર દ્વારા કરવામાં આવી રહેલા ગંભીર માનવાધિકારના ઉલ્લંઘનથી ધ્યાન હટાવવાના પ્રયાસથી માહિતગાર છે, જેમાં તેના કબજાવાળા ક્ષેત્ર પણ સામેલ છે. સંબંધિત બહુપક્ષીય સંસ્થાઓ (પાકિસ્તાન) આતંકવાદી ધિરાણ રોકવામાં નિષ્ફળતા અને આતંકવાદી સંસ્થાઓ સામે અસરકારક કાર્યવાહીના અભાવ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી રહી છે.પાકિસ્તાન શીખ, હિન્દુ, ઈસાઈ અને અહમદિયા સહિત પોતાના અલ્પસંખ્યકોના અધિકારોનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહ્યું છે. પાકિસ્તાનમાં અલ્પસંખ્યક સમુદાયોની હજારો મહિલાઓ અને યુવતીઓનું અપહરણ, બળજબરીથી લગ્ન અને ધર્માંતરણનો શિકાર થઈ છે. 

આઓઈસીના નિવેદન પર શું કહ્યું?
આ સાથે ભારેત કહ્યું કે, અમે એકવાર ફરી ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશન (ઓઆઈસી) દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના સંદર્ભમાં આપવામાં આવેલા ઉલ્લેખને નકારીએ છીએ. જમ્મુ-કાશ્મીર ભારતનો અતૂટ ભાગ છે. ઓઆઈસીને ભારતના આંતરિક મામલા પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news