અમદાવાદ : જીવનની ભાગદોડમાં આપણે ઘણી વખત મહત્વનાં સમાચારો મિસ કરી જતા હોઇએ છીએ. આ અઠવાડીયે પણ આવા જ કેટલાક પરિવર્તનો આવ્યા છે, જેની માહિતી તમને જરૂર હોવી જોઇએ. આવો આવા જ કેટલાક સમાચારો પર નજર કરીએ...

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇન્ડિયન રેલ્વેએ ઓનલાઇન ટિકિટ બુક કરવનારા લોકોને ખુશી સમાચાર આપ્યા છે. હવે એક યુઝર આઇડીથી એક મહિનામાં 6નાં બદલે 12 ટીકિટો બુક થઇ શકશે. જો કે આ સુવિધાનો લાભ તે જ યુઝર્સને મળશે, જેનો આધાર IRCTCની વેબસાઇટ લિંક થશે. એક દિવસમાં એક યુઝર આઇડીથી સવારે 8થી10 વાગ્યા સુથી માત્ર બે જ ટીકિટ બુક કરાવી શકાશે. 

જો તમને એક વેહીકલ મોડીફાઇ કરાવવાનું વિચારી રહ્યા હોય તો, તમારા વેહીકલનું રજીસ્ટ્રેશન કેન્સલ થઇ શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વેહીકલ કંપનીએ વેહીકલ રજીસ્ટ્રેશન ફોર્મમાં જે વિશેષતાઓ દેખાડી છે કે તેમાં પરિવર્તન કરવું સંશોધિત મોટર વેહીકલ એક્ટનું ઉલ્લંઘન માનવામાં આવશે. એવામાં દંડ લાગી શકે છે અને વેહીકલનું રજીસ્ટ્રેશન પણ રદ્દ થઇ શકે છે. 

પેટીએમએ ઉધાર ખાતુ ચાલુ કર્યું છે. તેમાં કંપની પોતાના યુઝર્સને ખર્ચ કરવા માટે 60 હજાર રૂપિયા સુધી આપી રહી છે. આ સેવાને Paytm Postpaid service નામ આપ્યું છે. આ ફીચર હાલ બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે. યુઝરને દર મહિને પહેલી તારીખે બિલ મોકલવામાં આવશે અને 7 તારીખ સુધી ચુકવણી કરવા અંગે કોઇ પણ ચાર્જ કે વ્યાજ નહી ચુકવવું પડે. 

સ્ટેટ કંજ્યુમર કમીશને આદેશ આપ્યો છે કે સર્જરી પહેલા ડોક્ટરની કંસલ્ટન્સી ફી અને જરૂરી તપાસ જેવા કે MRI વગેરેમાં આવનારા ખર્ચાનો પણ હેલ્થ ઇંશ્યોરન્સનાં વર્તુળમાં આવશે. એક કેસની સુનવણી દરમિયાન કમીશને ઉપરોક્ત આદેશ આપ્યો હતો. જો કે સર્જરી પહેલા થયેલ ખર્ચ હોસ્પિટલમાં દાખલ થયાનાં 30 દિવસ પહેલાની અવધિ સુધી થવું જોઇએ.