ખુશખબર : Jio ની મહત્વની જાહેરાત, યુઝર્સે નહી ચુકવવા પડે કોલિંગના પૈસા
રિલાયન્સ જિઓએ ટેરિફની શરૂઆત કરતા ગ્રાહકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે
અમદાવાદ : Reliance Jio એ પોતાનાં કસ્ટમર્સને નોન જિયો કોલિંગ પર પૈસા લેવાનો નિર્ણય લીધો છે. પરંતુ અત્યાર સુધી લોકોને કન્ફ્યુઝન હતી કે તે કઇ રીતે લાગુ થશે. રિલાયન્સ જિયોનું એક સ્ટેટમેંટ આવ્યું છે ત્યાર બાદ હવે લોકોને આ મહત્વપુર્ણ સવાલનો જવાબ મળી ચુક્યો છે. રિલાયન્સ જીયોએ કહ્યું કે, જે કસ્ટમર્સે 9 ઓક્ટોબર પહેલા પોતાનાં નંબર પર રિચાર્જ કર્યું હતું તે નોન યુઝર્સને પણ ફ્રી કોલિંગ કરી શકશે. પરંતુ જેમ કે આ પ્લાન એક્સપાયર થશે તમને નોન જિયો કોલિંગ માટે પૈસા ચુકવવા પડશે.
સાહિત્ય નોબલ : 2018નું પોલેન્ડની ઓલ્ગા, 2019નું ઓસ્ટ્રેલિયન પીટરને સન્માન
Reliance Jio એ એક ટ્વીટ કર્યું છે. તેમાં કંપનીએ કહ્યું કે, જો તમે 9 ઓક્ટોબર અથવા તે અગાઉ રિચાર્જ કરાવ્યું છે તો તમે ફ્રી કોલ કરી શકશો. (નોન જિયો કસ્ટમર્સને)ને પણ. જ્યા સુધી તમારો પ્લાન એક્સપાયર નથી થઇ જતું. રિલાયન્સ જીયોનાં સૌથી પોપ્યુલર પ્લાનની વેલિડિટી 84 દિવસ માટેની છે. જો કે કેટલાક પેક્સ એક વર્ષની વેલિડિટી વાળાછે, તો શું તમે એક વર્ષ સુધી નોન જીયો કસ્ટમર્સ પર કોલિંગનાં પૈસા નહી આપવા પડે ?
સાહિત્ય નોબલ : 2018નું પોલેન્ડની ઓલ્ગા, 2019નું ઓસ્ટ્રેલિયન પીટરને સન્માન
370 હટાવવાનો વિરોધ કરનાર અંગ્રેજ સાંસદ સાથે કોંગ્રેસી નેતાઓની મુલાકાત બાદ વિવાદ
જો તમે 9 ઓક્ટોબર અથવા તે અગાઉ 399 રૂપિયાનાં પ્લાન સાથે પોતાનો જિયો નંબર રિચાર્જ કરાવેલો છે તે 84 દિવસ સુધી તમે નોન જિયો નંબર પર કોલ કરી શકશો. જો કે હાલ પણ 1 વર્ષના વેલિડિટી પ્લાન અંગે ક્લેરિટી નથી. આ યુઝર્સ સાથે શું થશે. ઉલ્લેખનીય છે કે, TRAI એ જ્યારે IUC એટલે કે Interconnect usage charge ને 2017માં 14 પૈસાથી ઘટાડીને 6 પૈસા કરવામાં આવ્યું હતુ તો આ વર્ષના અંત સુધીમાં તેને 0 કરવામાં આવી શકે છે.
Jio ના નિર્ણયથી જનતા નાખુશ, ટ્વિટર પર ટ્રેંડ થયું #BoycottJio
જો તમને જિયો પ્લાનની વેલિડિટી ત્રણ મહિનાની છે અને તમે 9 ઓક્ટોબર પહેલા રિચાર્જ કરાવ્યું છે તો શક્યતા છે કે આગળ પણ તમે નોન જિયોકોલિંગ કરી શકો, કારણ કે જો TRAI IUCને જીરો કરે છે તો જિયોથી નોન જિયો કોલિંગ પણ ફ્રી થઇ જશે. બીજી તરફ રિલાયન્સ જિયોએ પોતાની વેબસાઇટ પર પ્લાનને પણ અપડેટ કરી દીધા છે. હવે Reliance Jio ની સાથે No IUC Voice Plan જોડી દેવામાં આવ્યો છે.