Second Marriage: અલાહાબાદ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં એવો આદેશ આપ્યો છે કે કોઈ પણ સરકારી કર્મચારીની હકાલપટ્ટી એ આધાર પર ન થઈ શકે કે પહેલી પત્નીના હોવા છતાં તેણે બીજા લગ્ન કરી લીધા છે. અસલમાં બહુ વિવાહના એક કેસમાં અલાહાબાદ હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે જો કોઈ એવો મામલો છે જેમાં કોઈ સરકારી કર્મચારી પહેલેથી લગ્ન કરેલા હોય અને બીજા લગ્ન કરે તો તેને નોકરીમાંથી હટાવી શકાય નહીં. એક અરજી પર સુનાવણી થઈ રહી હતી એ તે દરમિાયન આ ચુકાદો આવ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે અલાહાબાદ હાઈકોર્ટે આ ચુકાદો યુપીના રહીશ પ્રભાત ભટનાગર નામના એક વ્યક્તિની અરજી પર સુનાવણી કરતા આપ્યો. આ વ્યક્તિ બરેલી જિલ્લા વિકાસ અધિકારીની ઓફિસમાં કર્મચારી હતો. તેની અહીં નિયુક્તિ એપ્રિલ 1999માં થઈ હતી. પરંતુ એક સમયે બે વિવાહના આરોપમાં તેને જુલાઈ 2005માં નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. મળતી માહિતી મુજબ ભટનાગરના પહેલા લગ્ન 24 નવેમ્બર 1999ના રોજ થયા હતા. ત્યારબાદ તેના પર એક મહિલા સહકર્મી સાથે બીજા લગ્નનો આરોપ લાગ્યો. 


એવું કહેવાય છે કે આ આરોપ ભટનાગરની પહેલી પત્નીએ લગાવ્યો હતો અને પુરાવા તરીકે  તેણે જમીનના એ પેપર આપ્યા હતા જેમાં ભટનાગરે મહિલા સહકર્મીને પોતાની પત્ની ગણાવી હતી. ત્યારબાદ વિભાગ તરફથી તેને નોટિસ આપવામાં આવી હતી જેના જવાબ પર અસંતુષ્ટિ જતાવતા ભટનાગરના પ્રમોશન પર રોક  લગાવવામાં આવી હતી અને આ સાથે જ જુલાઈ 2005માં નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. 


ત્યારબાદ તેમણે મામલો કોર્ટમાં પડકાર્યો હતો. કોર્ટમાં અરજીકર્તા તરફથી દલીલ કરવામાં આવી કે સેવાથી હટાવતા પહેલા કોઈ તપાસ કરવામાં આવી નથી. હવે આ મામલે અલાહાબાદ હાઈકોર્ટે નિર્ણય પલટી નાખતે એવો આદેશ આપ્યો કે કર્મચારીએ ભલે બીજા લગ્ન કરી લીધા હોય પરંતુ કોઈને નોકરીમાંથી હટાવી શકાય નહીં. કોર્ટે નારાજગી પણ વ્યક્ત કારણ કે તે મહિલા સહકર્મી પર કોઈ કાર્યવાહી ન કરાઈ જેની સાથે બીજા લગ્નનો આરોપ લાગ્યો હતો. કહેવાયું કે સુનાવણી દરમિયાન કોર્ટે યુપી સરકારની નિયમાવલીનો પણ હવાલો આપ્યો જેમાં આવા કર્મચારીઓ માટે મામૂલી સજાની જોગવાઈ છે. 


આ સમગ્ર મામલાની સુનાવણી જસ્ટિસ ક્ષિતિજ શૈલેન્દ્રની કોર્ટમાં થઈ. કોર્ટે કહ્યું કે તથ્યાત્મક અને કાનૂની પ્રસ્તાવ પર વિચાર કરતા જેમ કે હિન્દુ વિવાહ અધિનિયમ 1955, અને ભારતીય પુરાવા અધિનિયમ 1872માં જણાવવામાં આવ્યું છે અને આ કોર્ટ કે પ્રાધિકારીઓ સમક્ષ કોઈ અન્ય સામગ્રી નથી, પહેલા લગ્નના અસ્તિત્વ દરમિયાન બીજા લગ્ન કર્યાનો અંદાજો લગાવીને અરજીકર્તાને દંડિત કરવો એ તથ્ય અને કાનૂની રીતે યોગ્ય નથી. એટલે સુધી કે જ્યારે સરકારી કર્મચારી તરફથી ઉપરોક્ત કૃત્ય સ્થાપિત થાય તો પણ તેને ફક્ત મામૂલી દંડ આપી શકાય છે.