UP: ધોરણ 1 થી 12 સુધીની તમામ શાળા-કોલેજ 30 એપ્રિલ સુધી બંધ, પરીક્ષા વિશે લેવાયો આ નિર્ણય
ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસની બીજી લહેરથી કોરોનાના કેસમાં ખુબ વધારો થઈ રહ્યો છે. શનિવારે 12 હજારથી વધુ કેસ આવ્યા બાદ હવે રાજ્ય સરકારે ભીડ રોકવા માટે અનેક પગલાં લીધા છે.
લખનઉ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં કોરોના વાયરસની બીજી લહેરથી કોરોના (Corona Virus) ના કેસમાં ખુબ વધારો થઈ રહ્યો છે. શનિવારે 12 હજારથી વધુ કેસ આવ્યા બાદ હવે રાજ્ય સરકારે ભીડ રોકવા માટે અનેક પગલાં લીધા છે. વધતા કેસના કારણે હવે પહેલા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી તમામ ખાનગી અને સરકારી શાળા કોલેજો તથા કોચિંગ ક્લાસ 30 એપ્રિલ સુધી બંધ રાખવાના આદેશ અપાયા છે.
પહેલેથી નિર્ધારિત પરીક્ષાઓ ટળશે નહીં
પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્પષ્ટપણે કહ્યું કે આ દરમિયાન પહેલેથી નિર્ધારિત પરીક્ષાઓ ચાલુ રહેશે. ઓફિસમાં સ્ટાફ જરૂરી કામકાજ માટે બોલાવી શકાશે.
કોરોનાના કારણે લાગુ કરાયા આ પ્રતિબંધ
30 એપ્રિલ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાન બંધ
ઓનલાઈન ક્લાસીસ પણ બંધ
પરીક્ષાઓ થતી રહેશે.
રૂપાળી છોકરીને જોઈને લાળ પાડતા, આંખ મારતા, હવામાં ચુંબન ફેંકતા લોકો સાવધાન...જશો જેલમાં!
Tika Utsav: PM મોદીએ કહ્યું- કોરોના વિરુદ્ધ બીજી મોટી જંગની શરૂઆત, આ 4 વાત ખાસ રાખો યાદ
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube