Tika Utsav: PM મોદીએ કહ્યું- કોરોના વિરુદ્ધ બીજી મોટી જંગની શરૂઆત, આ 4 વાત ખાસ રાખો યાદ
દેશભરમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસ (Corona Virus) ના સંક્રમણને કંટ્રોલમાં લાવવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ લોકોને ટીકા ઉત્સવમાં જોરશોરથી ભાગ લેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે આ મહામારીને પહોંચી વળવા માટે લોકોએ અનેક લેવલ પર કામ કરવું પડશે.
Trending Photos
નવી દિલ્હી: દેશભરમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસ (Corona Virus) ના સંક્રમણને કંટ્રોલમાં લાવવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ લોકોને ટીકા ઉત્સવમાં જોરશોરથી ભાગ લેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે આ મહામારીને પહોંચી વળવા માટે લોકોએ અનેક લેવલ પર કામ કરવું પડશે.
પીએમ મોદીએ કરી ટ્વીટ
પીએમ મોદી (PM Modi) એ ટ્વીટ કરીને કહ્યું કે આજે 11 એપ્રિલ એટલે કે જ્યોતિબા ફૂલે જયંતીથી આપણે દેશવાસીઓ ટીકા ઉત્સવની શરૂઆત કરી રહ્યા છીએ. આ ટીકા ઉત્સવ 14 એપ્રિલ એટલે કે બાબા સાહેબ આંબેડકર જયંતી સુધી ચાલશે. આ ઉત્સવ એક પ્રકારે કોરોના વિરુદ્ધ બીજી જંગની શરૂઆત છે. જેમાં આપણે પર્સનલ હાઈજીનની સાથે સાથે સોશિયલ હાઈજીન ઉપર પણ વિશેષ ભાર મૂકવાનો છે. આપણે આ ચાર વાત જરૂર યાદ રાખવાની છે.
1 Each One-Vaccinate One એટલે કે જે લોકો ઓછા ભણેલા ગણેલા છે, વડીલ છે, જે સ્વયં જઈને રસી લગાવી શકતા નથી તેમની મદદ કરીએ.
2. Each One-Treat One એટલે કે જે લોકોની પાસે એટલા સાધન નથી, જેમને જાણકારી પણ ઓછી છે, તેમની કોરોનાની સારવારમાં મદદ કરીએ.
3. Each One-Save One એટલે કે સ્વયં પણ માસ્ક પહેરવો અને એ જ રીતે સ્વયંને પણ સેવ કરું અને બીજાને પણ સેવ કરું. તેના પર ભાર મૂકવાનો છે.
4. માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન-ચોથી મહત્વની વાત એ છે કે કોઈને કોરોના થવાની સ્થિતિમાં, માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન બનાવવાનું નેતૃત્વ સમાજના લોકો કરે. જ્યાં એક પણ કોરોના પોઝિટિવ કેસ આવ્યો હોય ત્યાં પરિવારના લોકો સમાજના લોકો, 'માઈક્રો કન્ટેન્મેન્ટ' ઝોન બનાવે.
टीका उत्सव पर देशवासियों से आग्रह। pic.twitter.com/GvGV3OCnP7
— PMO India (@PMOIndia) April 11, 2021
11થી 14 એપ્રિલ સુધી ચાલશે ઉત્સવ
અત્રે જણાવવાનું કે પીએમ નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથે થયેલી બેઠકમાં 11થી 14 એપ્રિલ સુધી દેશમાં ટીકા ઉત્સવ મનાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે હતું કે આમ કરીને આપણે મહાત્મા જ્યોતિબા ફૂલે અને બાબા સાહેબ આંબેડકરને યોગ્ય રીતે શ્રદ્ધાંજલિ આપી શકીશું. આ સાથે જ રસીકરણની ઝડપ પણ વધશે. તેમણે લોકોને અપીલ કરી કે 45 વર્ષથી ઉપરના તમામ લોકો હોસ્પિટલમાં જઈને કોરોના રસી લગાવે.
પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે આપણે વિશેષ અભિયાનના માધ્યમથી વધુમાં વધુ યોગ્ય લાભાર્થીઓનું રસીકરણ કરવું જોઈએ અને તેની બરબાદી બિલકુલ ન થાય તેના પર વિચાર કરવો જોઈએ. રસી ઉત્સવ દરમિયાન જો ચાર દિવસમાં બરબાદી નહીં થાય તો તેનાથી આપણા રસીકરણની ક્ષમતા વધશે. કેટલાક રાજ્યોએ જ્યાં રસીની આપૂર્તિમાં કમીનો મુદ્દો ઉઠાવ્યો તો કેન્દ્રએ કહ્યું કે તમામ રાજ્યોને પૂરતી સંખ્યામાં રસી ફાળવવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે