સાઉદી અરબમાં બેઠેલા પતિએ વીડિયો કોલમાં પત્નીની આઈબ્રો થયેલી જોઈ અને એટલો બધો ભડકી ગયો કે તેણે પત્નીને ફોન પર જ તલાક આપી દીધા. હવે આ પીડિતા પત્ની સાસરિયાઓની હેરાનગતિથી કંટાળીને ત્રિપલ તલાક અને દહેજ ઉત્પીડનનો કેસ નોંધાવવા માટે પોલીસ સ્ટેશનના ચક્કર કાપી રહી છે. જ્યારે પોલીસનું કહેવું છે કે પીડિતા તેમને મળતી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર પ્રદેશના કાનપુરના કુલી બજાર હીશ ગુલસબાએ જણાવ્યું કે તેના લગ્ન 17 જાન્યુઆરી 2022ના રોજ કોહના ફૂલપુર પ્રયાગરાજના રહીશ મોહમ્મદ સાલિમ સાથે અનવરગંજના શાલીમાર ગેસ્ટ હાઉસમાં થયા હતા. નિકાહ દરમિયાન 25 હજાર મેહર નક્કી કરાઈ હતી. ગુલસબાના જણાવ્યાં મુજબ 30 ઓગસ્ટ 2023ના રોજ મોહમ્મદ સાલિમ કામ માટે સાઉદી અરબ જતો રહ્યો. ત્યારબાદ તેની સાથે રોજ ફોન પર વાત થવા લાગી હતી. 


બીજી બાજુ અહીં સાસરિયાવાળા દહેજ માટે હેરાન કરવા લાગ્યા. તેઓ દહેજથી ખુશ નહતા અને એક કારની માંગણી કરવા લાગ્યા. હેરાનગતિથી કંટાળીને તે પ્રયાગરાજથી કાનપુર પાછી આવી ગઈ. પીડિતાના જણાવ્યાં મુજબ સાસરીવાળાની હેરાનગતિ એ એટલા માટે સહન કરતી રહી કારણ કે તેને લાગતું હતું કે એક દિવસ પતિ પાછો આવશે અને બધુ ઠીક થઈ જશે. 


પીડિતાના જણાવ્યાં મુજબ 4 ઓક્ટોબર 2023ના રોજ પતિએ તેને આઈએમઓ એપ દ્વારા વીડિયો કોલ કર્યો હતો. તે સમયે રાતના સાડા નવ વાગ્યા હતા. પતિ થોડીવાર તો વાતો કરતો રહ્યો. પછી એકાએક બોલ્યો કે તને ના પાડી હતી છતાં તે આઈબ્રો કરાવી લીધી. આટલું કહીને પતિએ ફોન કાપી નાખ્યો. ત્યારબાદ તેનો વોઈસ કોલ આવ્યો અને કહ્યું કે મારી ઈચ્છા વિરુદ્ધ તે આઈબ્રો બનાવડાવી છે આથી હું તને બધા પ્રકારના તલાક આપીને વિવાહ બંધનમાંથી મુક્ત કરવા માંગુ છું અને ત્રિપલ તલાક આપીને ફોન કટ કરી નાખ્યો. 


પત્નીએ પતિને ખુબ સમજાવવાની કોશિશ કરી કે તેણે આઈબ્રો કરાવી નથી પરંતુ પતિએ વાત ન સાંભળી. પીડિતાએ સીએમ પોર્ટલ ઉપર પણ ફરિયાદ નોંધાવી છે. બાદશાહીનાકાના ઈન્સ્પેક્ટર સુભાષ ચંદ્રએ જણાવ્યું કે પીડિતાનો લોહામંડી ચોકી ઈન્ચાર્જે અનેકવાર સંપર્ક કર્યો કે તે ત્યાં આવીને એફઆઈઆર નોંધાવી લે પરંતુ તે આવી નહીં. 


કલેક્ટરગંજ એસીપી નિશંક શર્માએ જણાવ્યું કે આ પ્રકરણ અંગે અમારી સામે કોઈ ફરિયાદ કે પ્રાર્થના પત્ર આવ્યો નથી. ફરિયાદ આવશે તો તેના પર તત્કાળ એફઆઈઆર દાખલ કરીને કાર્યવાહી કરાશે.