ઉત્તર પ્રદેશના કાસગંજમાં મોટી દુર્ઘટના ઘટી છે. જૈથરાથી ગંગા સ્નાન કરવા શ્રદ્ધાળુઓને લઈને જઈ રહેલી એક ટ્રેક્ટર ટ્રોલી બેકાબૂ થઈને તળાવમાં ખાબકી. પ્રાપ્ત માહિતી મુજબ રસ્તા પર એક કારને બચાવવા જતા ટ્રેક્ટર ચાલકે સંતુલન ગુમાવ્યા અને ગ્રામીણોથી ભરેલું આ ટ્રેક્ટર રસ્તાને કિનારે તળાવમાં જઈને ખાબક્યું. જેમાં સાત બાળકો અને આઠ મહિલાઓ સહિત 22 લોકોના મોતના સમાચાર છે.


અત્યાર સુધીમાં 22 લોકોના મોત
કાસગંજના સીએમઓ રાજીવ અગ્રવાલના જણાવ્યાં મુજબ આ અકસ્માતમાં 22 લોકોના મોત થયા છે. 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 5 લોકોને અહીં સારવાર માટે  ખસેડાયા છે જ્યારે 2 લોકોને ડિસ્ચાર્જ આપી દેવાયું છે.  ઘટનાસ્થળે ભારે ભીડ ભેગી થઈ છે. ઘટનાથી કોહરામ મચ્યો છે. સૂચના મળતા જ ટોચના અધિકારીઓ અને પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રાહત અને બચાવ ચાલુ છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube