Video: સાસરીયાના ત્રાસથી વહુ પંખે લટકી ગઈ, આત્મહત્યાનો વીડિયો આવ્યો સામે
વહુની આત્મહત્યા કેમેરામાં કેદ થઈ ગઈ. ખુબ જ કરૂણ ઘટનામાં જ્યાં સુધી વહુ મૃત્યુ ન પામી ત્યાં સુધી સાસરીવાળા વીડિયો બનાવતા રહ્યા.
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના મુઝફ્ફરનગરથી એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. એક પરિણિતાએ સાસરીવાળાના અત્યાચારોથી તંગ આવીને પોતાનું જીવન સમાપ્ત કરી દીધુ. શરમની વાત એ છે કે જ્યારે આ મહિલા આત્મહત્યા (Suicide) કરી રહી હતી ત્યારે તેના સાસરીવાળા વીડિયો બનાવવામાં મશગૂલ હતા. આત્મહત્યાનો આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો. શાહપુર વિસ્તારના ગામની કોમલના લગ્ન દોઢ વર્ષ પહેલા દતિયાનાના રહીશ આશીષ સાથે થયા હતા. દંપત્તિને આઠ મહિનાની બાળકી હોવાનું પણ કહેવાય છે.
મળતી માહિતી મુજબ મુઝફ્ફનગરમાં છપાર વિસ્તારના ગામ દત્તિયાનામાં એક પરિણિત મહિલાએ સાસરીવાળાના ઉત્પીડનથી પરેશાન થઈને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. વહુ રૂમમાં પંખા સાથે લટકી ગઈ. આ બધુ થયું ત્યારે સાસરીવાળા ત્યાં હાજર હતા અને વહુને રોકવાની જગ્યાએ આત્મહત્યા કરી રહી હતી ત્યારે તેનો વીડિયો બનાવી લીધો.
જુઓ VIDEO
Viral Video: આ વીડિયો જોઈને આખો દેશ સ્તબ્ધ, કોરોના દર્દીને લાકડીથી માર મારી અધમૂઓ કરી નાખ્યો
Corona in Kids: કોરોનાનો નવો સ્ટ્રેન બાળકો માટે વધુ ઘાતક છે? વિગતવાર માહિતી જાણો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube