મનમીત ગુપ્તા, અયોધ્યાઃ અયોધ્યામાં એક જૂનથી મઠ મંદિરોના કપાટ ભક્તો માટે ખોલી દેવામાં આવશે. પરંતુ આ પહેલા અયોધ્યાના સંતોએ શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે તે કોરોના વેક્સિનેશન વગર મંદિરોમાં ભગવાનના દર્શન માટે ન આવે. આ સાથે મંદિરમાં દર્શન કરવા આવતા લોકોએ પણ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. ભક્તો માસ્ક લગાવી, સેનેટાઇઝ થઈ અને સોશિયલ ડિસ્ટેન્સિંગ સાથે મંદિરમાં દર્શન કરી શકશે. મઠ મંદિરોમાં તે વ્યવસ્થા બનાવવામાં આવી રહી છે કે એક સાથે 5 ભક્તજનો સામાજીક અંતરનું પાલન કરી દર્શન કરી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અયોધ્યામાં રામનવમીના પર્વ પહેલા જ ભક્તો માટે મઠ મંદિરોના કપાટ બંધ કરી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો હતો. જેને જોતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે કોરોના કેસમાં ઘટાડો થતાં ભક્તો માટે મંદિરના કપાટ ખોલવામાં આવી રહ્યાં છે. 


અયોધ્યા હનુમાનગઢીના પુજારી રાજૂ દાસે સામાન્ય લોકો અને ભક્તોને અપીલ કરી છે કે જ્યાં સુધી તે વેક્સિન ન લગાવે ત્યાં સુધી પ્રયાસ કરે કે ઘરેથી બહાર નિકળે નહીં. તેમણે કહ્યું કે, કોરોનાથી બચવા માટે તમામ નિયમોના પાલનની સાથે વેક્સિનેશન જરૂરી છે. પુજારીએ કહ્યું કે, ભગવાનના ઘરમાં બધુ બરાબર છે, ભગવાનના ઘર પર આવતા પૌષ્ટિક ઉર્જા મળે છે, આત્માને શાંતિ મળે છે કારણ કે ભગવાન તમારૂ સાંભળે છે અને કષ્ટ રોગ દોષ બધાથી દૂર કરે છે. પરંતુ મંદિરમાં આવવા માટે વેક્સિન જરૂરી છે. કારણ કે તમે વેક્સિન લેશો તો સ્વસ્થ રહેશો. 


આ પણ વાંચોઃ દિલ્હી હાઈકોર્ટથી લીલીઝંડી મળ્યા બાદ સરકારે જણાવ્યું, કેમ જરૂરી છે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ  


મથુરાઃ કાલથી ખુલશે બાંક બિહારી મંદિર
મથુરાનું પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી બિહારી જી મંદિર વૃદાંવન અને શ્રી કૃષ્ણ જન્મ ભૂમિમાં ભક્તો 1 જૂનથી દર્શન કરી શકશે. તો દ્વારકાધીશ મંદિર 2 જૂનથી ભક્તો માટે ખુલશે. દ્વારકાધીશ મંદિરમાં સવારે અને સાંજે બે-બે ઝાંખીના દર્શન થશે. મંદિરમાં એક સાથે પાંચ શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવશે. 


વૃદાંવનમાં વિશ્વ પ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારીના દર્શન 1 જૂન મંગળાવરથી થઈ શકશે. આ માટે ભક્તોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. મંદિરમાં કોરોનાને ધ્યાનમાં રાખી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. એક સાથે 5 ભક્તોને મંદિરમાં પ્રવેશ મળશે. આ સાથે દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓએ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. મંદિરમાં દર્શનનો સમય સવારે 7થી 12 અને બપોરે 3.30થી સાંજે 6.30 કલાક સુધી નક્કી કરવામાં આવ્યો છે. 


તો દ્વારકાધીશ જી મહારાજ મંદિરના મીડિયા પ્રમારીએ જણાવ્યું કે, ભક્તો માટે 2 જૂનથી મંદિર ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરમાં સવારે 8.15થી 8.45 સુધી પ્રથમ ઝાંખીના દર્શન થઈ શકશે. મંદિરમાં કોરોનાને ધ્યાનમાં રાખી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube