દિલ્હી હાઈકોર્ટથી લીલીઝંડી મળ્યા બાદ સરકારે જણાવ્યું, કેમ જરૂરી છે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ
કેન્દ્રીય મંત્રીએ આ પ્રોજેક્ટના ખર્ચ પર સ્પષ્ટીકરણ કર્યું છે. તેમણે કહ્યું કે, આ સમયે માત્ર બે પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ છે નવુ સંસદ ભવન અને સેન્ટ્રલ વિસ્તા એવેન્યૂ.
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપ પુરીએ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર દિલ્હી હાઈકોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યુ છે. તેમણે કહ્યું કે, સેન્ટ્રલ વિસ્ટા પર દેશને ખોટી જાણકારીઓ આપવામાં આવી છે. છેલ્લા કેટલાક મહિનાથી જૂઠા આરોપ લગાવવામાં આવી રહ્યાં છે. ફોલ્સ નેરેટિવ તૈયાર કરવામાં આવ્યા. છેલ્લા કેટલાક દિવસથી ખોટા આરોપો લગાવવામાં આવ્યા અને તેને વેનિટી પ્રોજેક્ટ કહેવામાં આવ્યો. તેની જરૂર નથી. કેટલાક લોકોએ તેને 13 હજાર 400 કરોડમાં બનનાર મોદી મહેલ કહ્યો. પરંતુ હુ પૂછુ છું કે આ આંકડા ક્યાંથી આવ્યા? તેનો જવાબ આપે.
2 પ્રોજેક્ટ પર ચાલી રહ્યું છે કામ, 1300 કરોડ ખર્ચ
કેન્દ્રીય મંત્રીએ આ પ્રોજેક્ટના ખર્ચ પર સ્પષ્ટીકરણ કર્યું છે. તેમણે કહ્યું કે, આ સમયે માત્ર બે પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ છે નવુ સંસદ ભવન અને સેન્ટ્રલ વિસ્ટા એવેન્યૂ. હરદીપ પુરીએ કહ્યુ કે, નવા સંસદ ભવનનો ખર્ચ 862 કરોડ અને સેન્ટ્રલ વિસ્ટા એવેન્યૂનો ખર્ચ 477 કરોડ છે. કુલ મળીને આ ખર્ચ લગભગ 1300 કરોડ રૂપિયા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, વર્ષ 2022માં આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી નવી સંસદમાં થશે.
Currently, two new projects are underway -the New Parliament Building and Central Vista Avenue. A decision on these projects was taken before the pandemic. The total cost of the project is around Rs 1300 crores: Union Minister for Housing & Urban Affairs, Hardeep Singh Puri pic.twitter.com/FbMuKS1Agp
— ANI (@ANI) May 31, 2021
સેસ્મિક ઝોન-2માં હતી જૂની સંસદ
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, જૂની સંસદ ભૂકંપ ક્ષેત્ર સેસ્મિક ઝોન-2માં હતી, ભગવાન ન કરે અને કોઈ દુર્ઘટના થાય તો તેનું પરિણામ શું હોઈ શકે છે. પરંતુ નવી બિલ્ડિંગ સેસ્મિક ઝોન-4 માં બનાવવામાં આવી રહી છે. જ્યાં ખતરો ઓછો છે.
તેમણે કહ્યું કે, સંસદ ભવન 100 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું તે આજ માટે નહોતું. તેનું ભારત પર શાસન કરનાર એક સરકારે નિર્માણ કર્યું હતું. તેમણે કહ્યું કે, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં રાષ્ટ્રપતિ ભવન, નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકમાં કંઈ કરવામાં આવશે નહીં.
રાજીવ ગાંધીના સમયથી હતી નવી સંસદની જરૂરીયાત
તેમણે કહ્યું કે, રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા ત્યારથી નવા સંસદ ભવનની જરૂરીયાત વ્યક્ત કરવામાં આવી રહી હતી, કારણ કે જૂની બિલ્ડિંગ સમારકામ કરવા લાયક રહી નથી. તેમણે કહ્યું કે, 2012માં આ મુદ્દા પર કોંગ્રેસ નેતા જયરામ રમેશે એક લેખ પણ લખ્યો હતો, જેમાં તેમણે નવી સંસદની જરૂરીયાત જણાવી હતી.
વેક્સિન માટે ફંડ ઉપલબ્ધ
કેન્દ્રીય મંત્રીએ વિપક્ષ પર હુમલો કરતા કહ્યું કે, કેટલાક લોકો વેક્સિનનો મુદ્દો ઉઠાવી રહ્યાં છે, પરંતુ અમારી સરકારે વેક્સિન માટે 35 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. જો તે માટે વધુ પૈસાની જરૂર પડે તો પણ વ્યવસ્થા કરવામાં આવશે.
મહત્વનું છે કે દિલ્હી હાઈકોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણ પર પ્રતિબંધની માંગ કરતી અરજી નકારી દીધી છે અને અરજી કરનાર પર એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે