230 કિમીની ઝડપે દોડી રહી હતી BMW, એકબાજુ FB લાઈવ ચાલુ, થયો અકસ્માત...4ના દર્દનાક મોત
BMW car accident on Expressway: આ સમગ્ર દર્દનાક ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવ્યા તેમના મોત પહેલાનો એક ફેસબુક લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. તેમના શબ્દો સાંભળીને તમારા રૂવાંડા ઊભા થઈ જશે. વાહન ચલાવનારાઓએ આ ભૂલોથી બચવું જોઈએ.
BMW car accident on Expressway: ભારતમાં રોડ અકસ્માતમાં થનારા મોતની સંખ્યા અન્ય દેશો કરતા ખુબ વધારે છે. પૂરપાટ સ્પીડ પર દોડતા વાહનો અને રોંગ સાઈડમાં વાહન ચલાવવા એ અકસ્માતના મુખ્ય કારણો છે. હાલમાં જ BMW કારના ગોઝારા અકસ્માતના સમાચાર સામે આવ્યાં. પૂર્વાંચલ એક્સપ્રેસવે પર 230kmph ની સ્પીડથી જઈ રહેલી BMW ગાડી એક ટ્રક સાથે ટકરાઈ અને અકસ્માતમાં 4 લોકોના દર્દનાક મોત થયા. મોતની બરાબર પહેલાનો એક ફેસબુક લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. આ દર્દનાક અકસ્માતમાં 3થી 4 ભૂલો સામે આવી છે જે કારમાં સવાર લોકોના મોતનું કારણ બની. વાહન ચલાવનારાઓએ આ ભૂલોથી બચવું જોઈએ.
1. અકસ્માત દરમિયાન કારની ઝડપ લગભગ 230 કિલોમીટર પ્રતિ કલાક હતી. આ હાઈવેને 120 કિમી પ્રતિ કલાકની સ્પીડ લિમિટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. પરંતુ સુરક્ષા કારણોસર વાહનોને 100 કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડાવવાની મંજૂરી આપી છે. એટલે કે BMW કાર બમણા કરતા પણ વધુ તેજ હતી. એક્સપ્રેસવે ને ખાલી જોઈને BMW કારચાલક પૂરપાટ ઝડપે કાર દોડાવી રહ્યો હતો. જે તમારે ક્યારેય કરવું જોઈએ નહીં. ભલે રસ્તો ખાલી કેમ ન હોય આ રીતે કાર દોડાવવી ન જોઈએ.
2. કારમાં સવાર દીપક નામના વ્યક્તિએ આ બધા વચ્ચે ફેસબુક લાઈવ પણ કર્યું હતું અને આ લાઈવ દરમિયાન જ આ ઘટના ઘટી. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ. કારમાં બેઠેલો એક વ્યક્તિ કહે છે કે સ્પીડ હજુ વધારો, ચારાય મરીશું. ગાડી ચલાવતી વખતે ફોન પર વાત કરવાની એટલે જ મંજૂરી નથી હોતી કારણ કે તેનાથી તમારું ધ્યાન ભટકે છે. ફેસબુક લાઈવ પણ આવું જ કઈક માની શકાય.
વધુ વિગતો માટે જુઓ Video
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube