લખનઉ: દેશમાં કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપ શમ્યા બાદ ઉત્તર પ્રદેશમાં આજથી પ્રાથમિક શાળાઓ ખૂલશે. જોકે હાલ તો ફક્ત શિક્ષકો જ શાળાએ આવશે જ્યારે બાળકોને હમણા શાળામાં આવવાની મંજૂરી આપવામાં આવી નથી. શિક્ષકો માટે શાળાઓ ખોલવાની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે. શાળાના પ્રિન્સિપાલ સહિત તમામ શિક્ષકોએ કોવિડ-19 પ્રોટોકોલ હેઠળ શાળાએ આવવાનું રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળકોના પ્રવેશ સંબંધિત કામ થશે
પાટનગર લખનૌ સહિત પ્રદેશમાં આજથી ખુલી રહેલી શાળાઓમાં કોઈ પણ ટીચર કે નોન ટિચિંગ સ્ટાફ માસ્ક અને સેનેટાઈઝર વગર શાળાના પરિસરમાં દાખલ થઈ શકશે નહીં. આજથી જ શાળાઓમાં 6 વર્ષથી 11 વર્ષના બાળકોના એડમિશન પણ કરાવવામાં આવશે. એટલે કે 6થી 11 વર્ષના બાળકોના વાલીઓના સંપર્ક કર્યા બાદ તેમનું નામાંકન કરવામાં આવશે જેથી કરીને બાળકો પણ અભ્યાસ સિવાય રાજ્ય સરકારની અન્ય યોજનાઓનો ફાયદો લઈ શકે. 


આ કાર્યો પૂરા કરવાના રહેશે
આજથી શાળાએ પહોંચી રહેલા શિક્ષકોએ વિદ્યાલય પરિસરમાં ખાસ કરીને રસોડા, તમામ કક્ષાઓ અને છતોની સાફ સફાઈ સુનિશ્ચિત કરવાની સાથે સમગ્ર શાળાને સેનેટાઈઝ કરાવવાના રહેશે. આ કામ થયા બાદ તમામ બાળકોને મિડ ડે મીલનું ભોજન વિતરિત કરવાનું રહેશે. કન્વર્ઝન કાસ્ટ પણ તમામ લાભાર્તીઓના ખાતામાં મોકલવાની રહેશે. આ સંલગ્ન તમામ જાણકારી ટીચર્સે પ્રેરણા પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. 


ઈ પાઠળાશાના ચોથા તબક્કામાં આવશે તેજી
પ્રદેશમાં ઈ પાઠશાળાનો ચોથો તબક્કો ચાલુ છે. જે હઠળ 10 પ્રેરણા સાથીની પસંદગી થવાની છે. જ્યારે રેડિયો, દૂરદર્શન અને વોટ્સએપના માધ્યમથી જે કાર્યક્રમ થઈ રહ્યા છે તેને તમામ બાળકો સુધી પહોંચાડવાની જવાબદારી પણ શિક્ષકોએ નિભાવવાની રહેશે. 


બાળકીઓનું પૂરેપૂરું નામાંકન કરાવવાનું રહેશે
તમામ શાળાઓમાં જલદી 20-20 વૃક્ષો લગાવવાની યોજના પર કામ શરૂ કરાશે. એ જ રીતે બાલિકાઓને શિક્ષિત કરવા માટે તેમું સો ટકા નામાંકન કરાવવાની જવાબદારી પણ પૂરી કરવાની રહેશે. કાયાકલ્પ સંબંધિત અટકેલા કામો જે ગ્રામ પંચાયત સ્તરે પૂરા કરવાના છે તેને પ્રધાનો કે સચિવોનો સંપર્ક કરીને પૂર્ણ કરવાની શરૂઆત કરવાની રહેશે. એ જ રીતે કમ્પોઝિટ ગ્રાંટની મદદથી કાયાકલ્પ સંબંધિત અધૂરા કામોને હવે પૂરા કરાશે.