Gyanvapi Masjid Case: કોર્ટ કમિશનર હટાવવામાં નહીં આવે, 17મી મે પહેલા ફરી થશે સર્વે
વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદની અંદર વીડિયોગ્રાફી અને સર્વે કરવા અંગે અને તે માટે નિયુક્ત કરાયેલા એડવોકેટ કમિશનર એ કે મિશ્રાને બદલવાનો આગ્રહ સંબંધિત અરજી મામલે વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટે આજે પોતાનો નિર્ણય જણાવ્યો.
નવી દિલ્હી: વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદની અંદર વીડિયોગ્રાફી અને સર્વે કરવા અંગે અને તે માટે નિયુક્ત કરાયેલા એડવોકેટ કમિશનર એ કે મિશ્રાને બદલવાનો આગ્રહ સંબંધિત અરજી મામલે વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટે આજે પોતાનો નિર્ણય જણાવ્યો. કોર્ટે સર્વે માટે નિયુક્ત કરેલા એડવોકેટ કમિશનર અજયકુમાર મિશ્રાને હટાવવાની ના પાડી દીધી. કોર્ટે તેમની સાથે બે અન્ય વકીલને પણ સર્વે કમિટીમાં સામેલ કર્યા છે. આ સાથે જ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદનો 17મી મે પહેલા સર્વે કરાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે 17મી મેના રોજ સર્વેનો આગામી રિપોર્ટ આપવા માટે કહ્યું છે.
કોર્ટે આજે કરેલા આદેશ મુજબ ભોયરામાં જે તાળા લાગેલા છે તેને તોડીને સર્વેનું કામ પૂરું કરવામાં આવે. જિલ્લાધિકારી પણ આ કેસમાં નિગરાણી કરશે. કોર્ટ કમિશનર એ કે મિશ્રાને હટાવવામાં નહીં આવે તેઓ પદ પર યથાવત રહેશે અને તેમને સાથ આપવા માટે બે સહાયક કમિશનર રહેશે જેમના નામ વિશાલ સિંહ અને અજય સિંહ છે અને તેઓ તેમને સર્વેમાં મદદ કરશે. આ બાજુ વાદી પક્ષના વકીલે કહ્યું કે કોર્ટે સમગ્ર મસ્જિદ પરિસરનો સર્વે કરાવવાનો આદેશ આપ્યો છે. યુપી સરકાર અને પ્રશાસનને પણ આદેશ આપ્યા છે કે આ કાર્યવાહી પૂરી કરાવવામાં આવે અને જે પણ લોકો આ કામમાં વિધ્ન નાખે તેમના પર કાર્યવાહી કરવામાં આવે.
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ મામલે કોર્ટમાં બુધવારે સુનાવણી પૂરી થઈ હતી. ત્યારબાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. કેસમાં પ્રતિવાદી અંજુમન ઈન્તઝામિયા મસાજિદ કમિટી તરફથી એડવોકેટ કમિશનર એ કે મિશ્રાને હટાવવાની માગણી મુદ્દે છેલ્લા 3 દિવસથી દલીલો થઈ રહી હતી. હિન્દુ પક્ષના વકીલ શિવમ ગોરે બુધવારે કેસની સુનાવણી બાદ મીડિયાને જણાવ્યું કે સિવિલ જજ રવિકુમાર દિવાકરની કોર્ટમાં જ્ઞાનવાપી પરિસરમાં 'બેરિકેડિંગની અંદર' સ્થિત બે ભોયરા ખોલાવીને તેની વીડિયોગ્રાફી કરાવવા અને એડવોકેટ કમિશનરને બદલવા મુદ્દે બંને પક્ષોએ પોત પોતાના તર્ક રજૂ કર્યા. જ્યારે એડવોકેટ કમિશનર અજય મિશ્રાએ પણ પોતાનો પક્ષ રજૂ કર્યો.
Taj Mahal Case: હાઈકોર્ટે અરજીકર્તાને ખખડાવી નાખ્યા, કહ્યું-'પહેલા રિસર્ચ કરો પછી કોર્ટમાં આવો'
જુઓ LIVE TV
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube