દેહરાદૂન : ઉત્તરાખંડમાં સતત કોરોના વાયરસનાં દર્દીઓનો રિકવરી રેટ વધી રહ્યો છે. સરકારી હોસ્પિટલ આયુર્વિજ્ઞાન વિભાગની સાથે મળીને કામ કરી રહ્યું છે. આયુર્વેદ વિભાગ 5 લાખ લોકોને આયુષ કિટ આપવાનું આયોજન કરી રહી છે. આયુર્વેદ પોતાનાં આ મંત્ર દ્વારા લોકોને કોરોના વાયરસ સહિત બીજી બિમારીઓથી બચાવવામાં યોગદાન આપી રહ્યું છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોગપ્રતિકારક ક્ષમતા વધારી રહ્યા છે આયુર્વેદ મંત્ર
અપર સચિવ આનંદ સ્વરૂપનું કહેવું છે કે, લોકોની ઇમ્યુનિટી વધારવા માટે આયુષ કિટ વહેંચવામા આવી રહી છે. તેમનું કહેવું છે કે, તેના કારણે લોકોની તબિયતમાં સુધારો આવશે. તેઓ કોરોના સાથે સાથે બીજી બિમારીઓથી પણ દુર રહેશે. આયુર્વેદ વિભાગ પોતાનાં કામમાં લાગેલું છે અને સતત આયુષ કિટ બનાવી રહ્યું છે. આયુર્વેદ વિભાગ ઇમ્યુનિટી બૂસ્ટર કિટને 5 લાખ લોકો સુધી પહોંચાડવાના લક્ષ્યાંક સાથે કામ કરી રહ્યું છે, જેથી ઉતરાખંડમાં દર્દીઓની સંખ્યા ઘટાડી શકાય. 

આયુષ કિટમાં શું અપાઇ રહ્યું છે?
કોરોના મહામારી સામે લડવા માટે આયુર્વેદ વિભાગ તરફથી બનાવાઇ રહેલી આયુષ કિટમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધારતી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમા ખાસ પ્રકારનો ઉકાળો, આયુર્વેદિક ગોળીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હળદરવાળું ગરમ દુધ અને ગરમ પાણી પણ પીવાની સલાહ આપવામાં આવી રહી છે. આયુષ કિટને કોરોના વોરિયર્સ સુધી સૌથી પહેલા પહોંચાડવામાં આવી રહી છે.


મોડી રાત્રે પડેલા ભારે વરસાદે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં અંધાધૂંધી સર્જી 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube