નવી દિલ્હી: ઉત્તરાખંડ (Uttarakhan) માં આવેલી તબાહીનો આજે ચોથો દિવસ છે. જીવન અને મોત વચ્ચેનો સંઘર્ષ ચાલુ છે. ચમોલી (Chamoli)  અકસ્માતમાં થયેલા નુકસાન બાદ હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. NTPC ના તપોવન પ્રોજેક્ટમાં પારાવાર નુકસાન થયું છે. સુરંગમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સેના, NDRF, ITBP, SDRF અને હવે મરીન કમાન્ડોની ટુકડી પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં આ તબાહીમાં કુલ 32 લોકોના મોત થયા છે. 206 લોકો (20-35 લોકો ટનલમાં ફસાયેલા) હજુ પણ ગુમ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધી 32 લોકોના મોત, 206 ગુમ
ઉત્તરાખંડ ત્રાસદીમાં મોતનો આંકડો વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 32 લોકોના મોત થયા છે. જ્યારે 206 લોકો ગુમ છે. આ જાણકારી રાજ્ય સરકારે આપી છે. 


UP માં હચમચાવી નાખે તેવી ઘટના, પોલીસકર્મીઓને બંધક બનાવી માર્યા, એકનું મોત, ઈન્સ્પેક્ટર ઘાયલ


રેસ્ક્યૂ ઓપરેશનમાં 600થી વધુ જવાનો
ચમોલી અકસ્માત બાદ 600થી વધુ સેના, આઈટીબીપી, એનડીઆરએફ, એસડીઆરએફના જવાનો બચાવકાર્યમાં લાગ્યા છે. આ જવાનો પૂરથી પ્રભાવિત અને સંપર્ક કપાયેલા ગામોમાં ખાવાનું, અને દવાઓ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડી  રહ્યા છે. રાજ્યના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે આઈટીબીપી જવાનોનો ટ્વીટ કરીને આભાર વ્યક્ત કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube