Uttarakhand માં ફરી એકવાર વરસાદનો કહેર, પીથોરાગઢમાં વાદળ ફાટતા ભારે તબાહી મચી
ઉત્તરાખંડમાં એકવાર ફરીથી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે અને પીથોરાગઢ જિલ્લાના ધારચૂલા સ્થિત આંતરીયાળ ગામ જુમ્મામાં વાદળ ફાટવાના કારણે ભારે નુકસાનના અહેવાલ આવી રહ્યા છે. કહેવાય છે કે આ ઘટનામાં અનેક લોકો ગૂમ થયા છે. આ મોટી કુદરતી આફતમાં રાહત બચાવ કાર્ય માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.
દહેરાદૂન: ઉત્તરાખંડમાં એકવાર ફરીથી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે અને પીથોરાગઢ જિલ્લાના ધારચૂલા સ્થિત આંતરીયાળ ગામ જુમ્મામાં વાદળ ફાટવાના કારણે ભારે નુકસાનના અહેવાલ આવી રહ્યા છે. કહેવાય છે કે આ ઘટનામાં અનેક લોકો ગૂમ થયા છે. આ મોટી કુદરતી આફતમાં રાહત બચાવ કાર્ય માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.
Corona Update: આ 5 રાજ્યોમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક, છેલ્લા 24 કલાકમાં આટલા નોંધાયા કેસ
ડઝનો જેટલા ઘર જમીનદોસ્ત થયા
વાદળ ફાટવાના કારણે વિસ્તારમાં અનેક ઘરો જમીન દોસ્ત થયા છે. જ્યારે જુમ્મા ગામની પાસે ભૂસ્ખલનના કારણે 2 લોકોના મોત થયા છે. 5 અન્ય લોકો કાટમાળ હેઠળ દબાયા હોવાના ખબર છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જિલ્લાધિકારી સાથે વાત કરી અને રેસ્ક્યૂ મિશન તેજ કરવાના નિર્દશ આપ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube