દેવપ્રયાગ: ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના દેવપ્રયાગમાં વાદળ ફાટવાથી ભારે નુકસાન થયું છે. નગર પાલિકાની બિલ્ડિંગ સહિત બે ભવન ધરાશાયી થઈ ગયા છે. સમગ્ર વિસ્તારમાં કાટમાળ ફેલાઈ ગયો છે. મંગળાર સાંજે સતયુગના તીર્થ દેવપ્રયાગમાં લગભગ 5 વાગ્યે શાંતા નદીના ઉપરના ભાગે વાદળ ફાટવાથી નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. નદીમાં આવેલા કાટમાળે શાંતિ બજારમાં ભારે તબાહી મચાવી છે. ફૂટ બ્રિજનો ક્યાંય પત્તો લાગ્યો નથી.


શું કહેવું છે ડીજીપીનું
રુદ્રપ્રયાગમાં વાદળ ફાટવાની ઘટના અંગે રાજ્યના ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે કર્ફ્યુને કારણે દુકાનો બંધ થઈ ગઈ હતી અને કોઈ જાનહાનિ થઈ નથી. એસડીઆરએફની ટીમ ત્યાં પહોંચી ગઈ છે અને મદદ પૂરી પાડવામાં આવી રહી છે. ટિહરી જિલ્લામાં વાદળ ફાટવાના કારણે નદીઓમાં પાણીનું સ્તર વધ્યું છે. વાદળ ફાટ્યા બાદ ઘટના સ્થળની તસવીરો તબાહી દર્શાવી રહી છે. નદીઓના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે લોકોમાં ભયનો માહોલ છે. નદીના કાંઠે સ્થાયી થયેલા લોકોના ઘરોને વાદળ ફાટયા બાદ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નદીના કાંઠે આવેલા ભંગાણના કારણે ભારે તબાહી થઈ છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube