Uttarakhand Election 2022: કોંગ્રેસે જાહેર કર્યું 53 ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ, હરીશ રાવતનું નામ નથી
Uttarakhand Assembly Election 2022: ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી માટે 14 ફેબ્રુઆરીએ મતદાન થશે. તેનું પરિણામ 10 માર્ચે જાહેર થશે.
નવી દિલ્હીઃ Uttarakhand Assembly Election 2022: ઉત્તરાખંડમાં ચૂંટણી નજીક આવતા જ રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. તમામ પાર્ટીઓ ઉમેદવારોની જાહેરાત કરવા લાગી છે. આ ક્રમમાં કોંગ્રેસે ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરી દીધુ છે. તેમાં કુલ 53 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જાહેર કરાયેલી પાર્ટીમાં તમામ નવ વર્તમાન ધારાસભ્યોને જગ્યા આપવામાં આવી છે. ખટીમા સીટ પર મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી વિરુદ્ધ પાર્ટીએ ભુવન ચંદ્ર કાપડીને મેદાનમાં ઉતાર્યા છે. પ્રથમ યાદીમાં ત્રણ મહિલાઓને ઉમેદવાર બનાવવામાં આવી છે. તો પાર્ટીએ પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતને ટિકિટ આપી નથી.
યાદી અનુસાર ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી માટે પ્રદેશ અધ્યક્ષ ગણેશ ગોદિયાલ શ્રીનગર વિધાનસભા સીટથી ચૂંટણી લડશે. તો ભાજપ છોડી કોંગ્રેસમાં સામેલ થનાર યશપાલ આર્ય અને તેમના પુત્ર સંજીવ આર્ય બાજપુર અને નૈનીતાલ સીટથી ચૂંટણી લડશે. આ સિવાય ચકરાતાથી પ્રીતમ સિંહ, પિરાન કલિયરથી ફુરકાન અહમદ, કેદારનાથથી મનોજ રાવત, ધારચૂલાથી હરીશ ધામી, ભગવાનપુરથી મમતા રાકેશ, મંગલૌરથી કાજી નિઝામુદ્દીન, રાનીખેતથી કરણ માહરા, જાગેશ્વરથી ગોવિંદ સિંહ કુંજવાલ, જસપુરથી આદેશ ચૌહાણનું નામ સામેલ છે.
હવે ઓમિક્રોનથી તૂટીને બનેલા વેરિએન્ટે વધારી ચિંતા, 40 દેશોમાં મળ્યા 8000 કેસ
14 ફેબ્રુઆરીએ મતદાન
હકીકતમાં ઉત્તરાખંડમાં આવનાર 14 ફેબ્રુઆરીએ મતદાન થશે. તેનું પરિણામ 10 માર્ચે જાહેર કરવામાં આવશે. ચૂંટણી નજીક આવતા ઉમેદવારોની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 29 જાન્યુઆરીએ ઉમેદવારોની સ્ક્રૂટની થશે અને 31 જાન્યુઆરી સુધી નામ પરત લઈ શકાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube