Uttarakhand Election Result 2022: ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી 2022ના આજે પરિણામનો દિવસ છે. મતગણતરી સવારે 8 વાગે શરૂ થઈ ગઈ છે. પરિણામની તમામ અપડેટ્સ....


પક્ષ લીડ જીત
ભાજપ 46  
કોંગ્રેસ 21  
આપ 00  
બસપા અને અધર્સ 03  

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ આગળ, ધામી પાછળ
ઉત્તરાખંડમાં ભાજપને સ્પષ્ટ બહુમત મળતો જોઈ શકાય છે. જોકે સીએમ પુષ્કર સિંહ પાછળ છે. તેઓ ખાટીમા સીટથી ચૂંટણી લડી રહ્યા છે. લાલકુઆ બેઠકથી કોંગ્રેસના હરીશ રાવત હાલ પાછળ છે. 


મતગણતરી શરૂ
ઉત્તરાખંડમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી થઈ રહી છે. 


હરીશ રાવતે કર્યો જીતનો દાવો
ઉત્તરાખંડમાં મતગણતરી શરૂ થતા પહેલા કોંગ્રેસ નેતા હરીશ રાવતે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડમાં કોંગ્રેસ 48 બેઠક જીતશે. 


ભાજપ-કોંગ્રેસમાં કાંટાની ટક્કર
ગત સોમવારે એક્ઝિટ પોલ જાહેર કરાયા હતા. જેમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર હોવાનું કહેવાયું હતું. 


ઉત્તરાખંડની 70 બેઠક
ઉત્તરાખંડમાં 70 વિધાનસભા બેઠક છે. ઉત્તરાખંડમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર કહેવાય છે. 14 ફેબ્રુઆરીએ પહેલા તબક્કાનું મતદાન થયું હતું અને લગભગ 65 ટકા મતદાન નોંધાયું હતું. 


જુઓ Video


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube