નવી દિલ્હીઃ ઉત્તરાખંડ અનેકવાર ચર્ચામાં રહે છે. ક્યારેક કુદરતી આફત તો કયારેક પર્યટન અને સુંદરતાના કારણે ચર્ચામાં હોય છે. પણ આ રાજ્યની એક એવી કહાની પણ છે જે ભાગ્યે જ કોઈકને ખબર હશે.  દેવભૂમિ ઉત્તરાખંડ (Uttarakhand)ને આમ તેની સુંદરતા અને હિન્દૂ ધર્મની આસ્થાનું પ્રતીક ચાર ધામ માટે ઓળખાય છે. આ સિવાય પણ ઘણી એવી કહાનીઓ અને લોકેશન છે. જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. ઉત્તરાખંડના ચંપાવતમાં એક ગામ એવું મળ્યું છે જ્યાં માણસો નહીં પણ ભૂત રહે છે. એક સમયે તે વિસ્તારમાં ચહલ પહલ રહેતી હતી પણ હવે ત્યાં ભૂતોનો વાસ હોવાના કારણે સન્નાટો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Anupama ની પાર્ટીની તસવીરો થઈ ગઈ લીક! બધાને ઉલ્લુ બનાવીને Anupama-Vanraj એકબીજાને ચોંટીને શું કરે છે જુઓ

ચંપાવતની કહાની:
ઉત્તરાખંડ વાસીઓની કહાની મુજબ કહેવાય છે કે, ચંપાવતના આ રહસ્યમય ગામમાં ટોટલ 8 ભૂત છે. જે ગામમાં કોઈ માણસોને વસવાટ નથી કરવા દેતા. આ વાતની ખબર પડ્યા બાદ લોકો ચંપાવતના સ્વાલા ગામમાં ભૂલથી પણ પગ નથી મૂકતા. જેના કારણે આ વિસ્તારમાં એકદમ સન્નાટો છવાઈ ગયો છે. હાલાત એટલી ખરાબ થઈ ગઈ છે કે લોકોએ આ ગામનું નામ જ બદલીને ભૂત ગામ રાખી દીધું છે.  

CNG Car ખરીદવાનું વિચારી રહ્યાં છો? તો આ 5 ગાડીઓ છે શ્રેષ્ઠ વિકલ્પ

કેવી રીતે થઈ શરૂઆત?
આ ભૂતિયા ગામની કહાની એ છે કે, લગભગ 63 વર્ષ પહેલાં સુરક્ષાબળોની એક ગાડી ત્યાં ખાબક્યા બાદ તે વિસ્તારમાં સન્નાટો છવાવાની શરૂઆત થઈ. આ ગામની આસપાસ પણ કોઈ ગામ એવું નથી જ્યાં માણસો વસવાટ કરતાં હોય. લોકોનું કહેવું છે કે, આ ગામ એવું છે કે, આ ગામની જમીન એવી છે કે, ત્યાંથી પસાર થનારા લોકોને ત્યાંના મંદિરમાં રોકાઈને આગળ વધવાનું હોય છે. વર્ષ 1952 બનેલી એક ઘટના બાદ બધું જ બદલાઈ ગયું. જવાનોની ગાડી ખાડીમાં ખાબકી જેમાં સેનાના 8 જવાન સવાર હતા. કહેવાય છે કે, જવાનોએ ગામ લોકો પાસે મદદની અપીલ કરી. ત્યારે ગામ લોકોએ તેમને બચાવવાની જગ્યાએ તેમનો સામાન લૂંટી લીધો. બસ આ ઘટના બાદ જ આ ગામની બરબાદી શરૂ થઈ. આસપાસ રહેનારા લોકોનું માનવું છે કે, આ દુર્ઘટના બાદથી જ ત્યાં 8 જવાનોની આત્માઓ તે ગામમાં રહે છે. તેમને ગામ લોકોને હેરાન કરવા લાગ્યા જેનું પરિણામ એ આવ્યું કે, લોકોએ તે ગામ છોડીને ભાગી જવાનો નિર્ણય લીધો. ત્યારથી લઈને આજથી સુધી ત્યાં કોઈ વસવાટ નથી કરતું. 

મુઘલ બાદશાહ એટલાં મોંઘા ચશ્મા પહેરતા કે એની કિંમતમાં એક આખો મોલ ખરીદી શકાય! ચશ્મામાં એવું તો શું હશે?

1700 ગામ થયા વેરાન:
આ ગામ સિવાય ઉત્તરાખંડના સેંકડો ગામની ભૂતિયા કહાની ખુબ જ ચર્ચિત થશે. આ ગામડાઓના વેરાન થવાનું કારણ લોકોનું સ્થળાંતર છે. કુરતી આપત્તિઓ, સંસાધનોના નામ પર થયેલા મેન મેડ ડિઝાસ્ટર અને ગામમાં સંસાધનોની કમીના કારણે લોકો અન્ય રાજ્યોમાં વસવાટ કરવા લાગ્યા. એક અનુમાન મુજબ, મોટા પ્રમાણમાં થયેલા સ્થળાંતરના કારણે કુલ1700 ગામ ખાલી થઈ ગયા. આ જ કારણે આ ગામના લોકોને અન્ય લોકો ભૂતિયા ગામના તરીકે ઓળખવા લાગ્યા છે.

ગુજરાતીઓનું દેશી બર્ગર એટલે દાબેલી! જાણો ચટપટી દાબેલીનો રોચક ઈતિહાસ

જો કે, કોરોના કાળમાં લોકોના જીવન પર અસર થઈ. ઉત્તરાખંડ માઈગ્રેશન કમિશન (Uttarakhand migration commission)ના 30 સપ્ટેમ્બર 2020ના રિપોર્ટ મુજબ, 3 લાખ 27 હજાર લોકો પોતાના ગામમાં પરત ફર્યા. ભૂતિયા કેટેગરી વાળા ગામની વાત કરીએ તો આ લિસ્ટમાં બલૂન ગામ પણ શામેલ છે જ્યાંથી અત્યાર સુધીમાં કોઈ પરત નથી ફર્યું. વર્ષ 2021ની વસ્તી ગણતરી મુજબ ત્યાંની વસતિ માત્ર 32 લોકોની હતી. જે બાદ આ ગામ પણ ભૂતિયા કેટેગરીમાં આવી ગયું. આ રીતે રુરલ ડેવલપમેન્ટ એન્ડ માઈગ્રેંટ કમિશનની વેબસાઈટ મુજબ અમુક ગામડાઓમાં 100થી પણ ઓછા લોકો રહે છે. 


((નોંધ- આ અહેવાલમાં પ્રકાશિત કરેલી જાણકારી સરકારી આંકડાઓ અને ઉત્તરાખંડના લોકોની માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક કોઈ પણ ગામ ભૂતિયા હોવાની પુષ્ટિ નથી કરતું))

Kapil Sharma વાળી અર્ચનાએ એવા બોલ્ડ સીન આપેલા કે લોકો એકલામાં જોતા પણ શરમાતા હતા!

Controversial Photos: આ આપત્તીજનક તસવીરોએ 'બજાર' કર્યું ગરમ! થોડી જ સેકન્ડમાં સેકડો લોકોએ જોયા Pics

Deepika Padukon નો મેકઅપ વિનાનો ફોટો સામે આવતા ઉડી ગયા ફેન્સના હોશ! બોલો, સાવ નથી ઓળખાતી દીપુ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube