Deepika Padukon નો મેકઅપ વિનાનો ફોટો સામે આવતા ઉડી ગયા ફેન્સના હોશ! બોલો, સાવ નથી ઓળખાતી દીપુ

દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની એક તસવીર સોશિયલ મીડિયા પર આવતાની સાથે વાયરલ થઈ ગઈ. દીપિકાની તસવીર જોયા બાદ લોકો અલગ અલગ પ્રકારની કમેન્ટ કરવા લાગ્યા.

Deepika Padukon નો મેકઅપ વિનાનો ફોટો સામે આવતા ઉડી ગયા ફેન્સના હોશ! બોલો, સાવ નથી ઓળખાતી દીપુ

નવી દિલ્લીઃ બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone) સોશિયલ મીડિયા પર ખાસ એક્ટીવ નથી રહેતી. પરંતુ ક્યારેક પોતાની હસીન તસવીર ફેન્સ સાથે શેર કરવાનું નથી ભૂલતી. હાલ દીપિકા પાદુકોણે પોતાના સંડે ગ્લોથી ફેન્સનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યુ છે. એક્ટ્રેસે શેર કરેલી તસવીર પર બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ (PV Sindhu)એ પણ કમેન્ટ કરી છે. એક્ટ્રેસની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

No description available.

દીપિકાનો ગ્લો:
દીપિકા પાદુકોણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર નેચરલ બ્લશ અને રેડિએન્ટ સ્કિનવાળી તસવીર શેર કરી છે. નો મેકઅપ લુકવાળી આ તસવીરના કેપ્શનમાં એક્ટ્રેસે લખ્યું, ‘પોસ્ટ બેડમિન્ટન ગ્લો’ દીપિકાની આ તસવીર પર ફેન્સ ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે. કેટલાક ફેન્સને તેનો મેકઅપ વગરનો લૂક પસંદ આવ્યો છે, તો કેટલાક એક્ટ્રેસને ટ્રોલ કરવામાં લાગી ગયા.

પીવી સિંધુએ ઉડાવી મજાક:
દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની પોસ્ટ પર પીવી સિંધુ (PV Sindhu)એ મજાક કરતા કોમેન્ટ કરી. લખ્યુ, ‘કેટલી કેલરી પછી?’ પીવી સિંધુને રિપ્લાય કરતા દીપિકા પાદુકોણે ઈજાગ્રસ્તવાળુ ઈમોજી સેન્ડ કરતા લખ્યુ, ‘કેલેરી ભૂલી જાવ, મારી બોડીમાં ખૂબ જ દર્દ છે.’

ઘણા લોકોએ દીપિકાને ટ્રોલ કરી:
બીજીબાજુ, દીપિકા પાદુકોણની તસવીર પર ફેન્સના રિએક્શનની વાત કરીએ તો, એક યૂઝરે લખ્યુ કે, ‘ઘરડી લાગે છે.’ એક યૂઝર્સે લખ્યુ કે, આ ફિલ્ટરનો કમાલ છે. બીજીબાજુ એક યૂઝર્સે તો એમ પણ કહી દીધુ કે, બોટૉક્સની અસર છે. એવામાં ઘણા લોકો એવા પણ છે, જે એક્ટ્રેસની ખૂબસુરતીના વખાણ કરી રહ્યા છે. દીપિકા પાદુકોણનો આ અંદાજ પહેલા પણ ઘણીવાર જોવા મળ્યો છે. દીપિકા અગાઉ પણ ઘણીવાર મેકઅપ વગરની તસવીર શેર કરી છે.

આ ફિલ્મોમાં આવશે નજર:
દીપિકા પાદુકોણ (Deepika Padukone)ના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે ફિલ્મ ‘83’માં રણવીર સિંહની સાથે નજરે પડશે. લગ્ન પછી પહેલીવાર બંને એકસાથે નજરે પડશે. આ સિવાય દીપિકા ‘ફાઈટર’, ‘પઠાણ’ અને ‘ધ ઈન્ટર્ન’ પર પણ કામ કરી રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news