દેહરાદુન: પહાડો પર મોનસુન કહેર વરસાવી રહ્યા છે. ઉતરાખંડ અને હિમાચલ પ્રદેશ સહિત નોર્થ - ઇશ્ટના પહાડી વિસ્તારમાં વરસાદના કારણે સતત ભૂસ્ખલનના સમાચારો આવી રહ્યા છે. આ ઘટનાઓમાં ઘણા લોકોનાં મોત પણ થઇ ચુક્યા છે. ઉતરાખંડમાં હાલ ખતરાના વાદળ મંડરાઇ રહ્યા છે. રાજ્ય આપદા પ્રબંધન વિભાગના આગામી ત્રણ દિવસ સતત તોફાની વરસાદના હાઇ એલર્ટની એડ્વાઇઝરી ઇશ્યું કરી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉતરાખંડના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના 3 દિવસના હાઇએલર્ટ ઇશ્યુ કરતા તમામ જિલ્લાના જિલ્લાધિકારીઓને કોઇ પણ ઇમરજન્સી પરિસ્થિતીને પહોંચી વળવા માટે તૈયાર રહેવા માટેનો નિર્દેશ ઇશ્યું કર્યો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગનું કહેવું છે કે હવામાન વિભાગે રાજ્યમાં 25, 26 અને 27 જુલાઇએ ભારે વરસાદ થવા અંગેનું અનુમાન વ્યક્ત કર્યું છે. 

ડિઝાસ્ટર વિભાગના તમામ જિલ્લાધિકારીઓને લખેલા પત્રમાં કહ્યું કે, અધિકારીઓ દરેક સ્તર પર સુરક્ષા અને ટ્રાફીક વ્યવસ્થાની તૈયારી કરતા રહ્યા. તમામ પોલીસ સ્ટેશનોને પણ એલર્ટ રહેવા માટેના નિર્દેશો અપાયા છે અને પોલીસ સ્ટેશનોને ઇમરજન્સી પરિસ્થિતી માટે તૈયાર રહેવા જણાવ્યું છે. ઉપરાંત વાયરલેસ સેટથી લેસ કરવાની સલાહ આપી છે. 

રાજ્ય શાસને સેલાણીઓને પણ હાલ ઉતરાખંડ નહી આવવાની અપીલ કરી છે. નદિઓના કિનારાના સ્થળો પર શાળાને બંધ રાખવાનાં નિર્દેશો અપાયા છે. સ્થાનિક લોકોને પણ ખુબ જ જરૂરી કામ થવા અંગે જ ઘરેથી નિકળવા માટેની અપીલ કરવામાં આવી છે. તંત્રના લોકોને કોઇ પણ ઇમરજન્સીના ઉતેલ માટે પોતાની સાથે કેટલીક જરૂરિયાતનો સામાન રાખવા માટેની સલાહ આપવામાં આવી છે.