આ દરગાહમાં ભૂત-પ્રેતને સજા તરીકે અપાય છે ફાંસી! જિન્ન ભગાડવાનો પણ કરાય છે દાવો
Piran Kaliyar Dargah: ઉત્તરાખંડમાં અનેક પ્રસિદ્ધ મંદિર અને ધર્મસ્થળ છે. આથી ઉત્તરાખંડને દેવભૂમિ પણ કહેવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે ઉત્તરાખંડમાં એક એવી દરગાહ પણ છે જેને લઈને દાવો કરાય છે કે ત્યાં ભૂત પ્રેતને ફાંસી આપવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે જિન્ન વગેરેમાંથી છૂટકારો અપાવવામાં આવે છે. જો કે આ દાવામાં કેટલી સચ્ચાઈ છે તેના વિશે કોઈ જાણતું નથી
Piran Kaliyar Dargah: ઉત્તરાખંડમાં અનેક પ્રસિદ્ધ મંદિર અને ધર્મસ્થળ છે. આથી ઉત્તરાખંડને દેવભૂમિ પણ કહેવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે ઉત્તરાખંડમાં એક એવી દરગાહ પણ છે જેને લઈને દાવો કરાય છે કે ત્યાં ભૂત પ્રેતને ફાંસી આપવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે જિન્ન વગેરેમાંથી છૂટકારો અપાવવામાં આવે છે. જો કે આ દાવામાં કેટલી સચ્ચાઈ છે તેના વિશે કોઈ જાણતું નથી. મોટી સંખ્યામાં લોકો આ અંધવિશ્વાસમાં માને છે પણ આમ છતાં શ્રદ્ધાળુઓ આ દરગાહમાં મોટી સંખ્યામાં આવે છે. ઉત્તરાખંડની આ દરગાહ અને તેના દાવાઓ વિશે જાણીએ.
શું છે આ અનોખી દરગાહનું નામ?
અત્રે જણાવવાનું કે ભૂત પ્રેતને ફાંસી આપવાનો દાવો કરનારી આ દરગાહનું નામ પિરાન કલિયર દરગાહ છે. તે રુડકીથી લગભગ 20 કિમી દુર છે. આ દરગાહ ગંગા નદી નજીક છે. પિરાન કલિયર દરગાહને લોકો કલિયર શરીફ પણ કહે છે. પિરાન કલિયર દરગાહ સૂફ અલાઉદ્દીન અલી અહેમદ સાબિરની કબર છે.
ઈશારો પર નાચે છે ભૂત પ્રેત
પિરાન કલિયર દરગાહ પર મુસ્લિમની સાથે સાથે મોટી સંખ્યામાં હિન્દુ શ્રદ્ધાળુઓ પણ આવે છે અને દરગાહ પર ચાદર ચડાવે છે. દાવો કરાય છે કે પિરાન કલિયર દરગાહમાં આવવાથી પરેશાનીઓ દૂર થાય છે. એવો પણ દાવો કરાય છે કે પિરાન કલિયર દરગાહમાં સૂફી અલાઉદ્દીન અલી અહેમદ સાબિરના ઈશારા પર ભૂત પ્રેત અને જિન્ન નાચે છે. તેમને અહીં ફાંસીની સજા આપવામાં આવે છે.
ગુજરાતને ઘમરોળી રહ્યો છે વરસાદ, જાણો આજે કયા વિસ્તારોમાં છે વરસાદની આગાહી?
PM મોદી પર ઓળઘોળ થયા પુતિન, 'મેક ઈન ઈન્ડિયા'ના કર્યા પેટછૂટા વખાણ, જાણો શું કહ્યું?
સમુદ્રમાંથી ટાઈટનનો કાટમાળ બહાર કાઢવામાં આવ્યો, માનવ અવશેષો મળ્યા હોવાનો દાવો
ભૂતોને ફાંસી અંધવિશ્વાસ કે સત્ય!
સૂફી અલાઉદ્દીન અલી અહેમદ સાબિરમાં આસ્થા ધરાવતા લોકો કહે છે કે દરગાહ પર આવનારા શ્રદ્ધાળુઓ ક્યારેય ખાલી હાથે પાછા ફરતા નથી. પણ અહીં જે ભૂત પ્રેતોને ફાંસી આપવાની વાત કહેવામાં આવે છે તે મોટાભાગના લોકોને અંધવિશ્વાસથી વધુ કઈ લાગતું નથી.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી કે આવા અંધવિશ્વાસને પ્રોત્સાહન આપતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube