Uttarkashi Tunnel Rescue: રેસ્ક્યૂ ઓપરેશનમાં આવી અત્યાર સુધીની સૌથી મોટી મુશ્કેલી, ખરાબ રીતે ફસાઈ ગયું ઓગર મશીન
ઉત્તરકાશીની સિલક્યારા સુરંગમાં ફસાયેલા 41 શ્રમિકોને રેસ્ક્યૂ કરવા માટે 14 દિવસથી પ્રયત્નો ચાલુ છે પરંતુ વારંવાર રેસ્ક્યૂ ઓપરેશનમાં અવરોધ આવવાથી હજુ સુધી શ્રમિકોને બહાર કાઢવા માટે રસ્તો બની શક્યો નથી. લેટેસ્ટ અપડેટ મુજબ સિલ્ક 11 સુરંગમાં ઓગર મશીન દ્વારા ઓપરેશન હવે ખુબ જ મુશ્કેલ બની ગયું છે
ઉત્તરકાશીની સિલક્યારા સુરંગમાં ફસાયેલા 41 શ્રમિકોને રેસ્ક્યૂ કરવા માટે 14 દિવસથી પ્રયત્નો ચાલુ છે પરંતુ વારંવાર રેસ્ક્યૂ ઓપરેશનમાં અવરોધ આવવાથી હજુ સુધી શ્રમિકોને બહાર કાઢવા માટે રસ્તો બની શક્યો નથી. લેટેસ્ટ અપડેટ મુજબ સિલ્ક 11 સુરંગમાં ઓગર મશીન દ્વારા ઓપરેશન હવે ખુબ જ મુશ્કેલ બની ગયું છે. મશીનની આગળ અત્યાર સુધીની સૌથી મોટી સમસ્યા આવી ગઈ છે.
સળિયાની જાળમાં ફસાયું ઓગર મશીન
શુક્રવાર સાંજે ડ્રિલિંગ દરમિયાન સળિયાની જાળ મશીનની સામે આવી ગઈ જેના કારણે ઓગર મશીનની બ્લેડ સળિયાની જાળમાં ફસાઈ ગઈ. ઓગર મશીનનો આગલો હિસ્સો લોઢાના પાઈપના અંતમાં ખરાબ રીતે ફસાઈ ગયો છે. આ મશીનના ઓપરેશનમાં અત્યાર સુધીની સૌથી મોટી મુશ્કેલી છે. ઓગર મશીનની બ્લેડને ત્યાંથી કાઢવી ખુબ મુશ્કેલ બની રહી છે અને હાલ એજન્સીઓ પાસે કોઈ રસ્તો નથી કે જાળને કાપીને મશીનને પાછું લાવવામાં આવે.
વર્ટિકલ ડ્રિલિંગ
મશીનમાં ક્ષમતા છે કે તે પાઈપને દબાઈને કાટમાળને પાર લઈ જાય પરંતુ સળિયાની જાળને કારણે હવે એ રસ્તો પણ બંધ થઈ ગયો છે. હવે થોડીવાર પછી મીટિંગ સાઈટ પર સૌથી મોટી બેઠક થશે, જેમાં વર્ટિકલ ડ્રિલિંગ શરૂ કરવાનો નિર્ણય લેવાશે. ઓએનજીસી, એસજીવીએનએલ હવે વર્ટિકલ ડ્રિલિંગની તૈયારીમાં છે. એસજેવીએન અને ઓએનજીસીની ટીમો સિલ્કયારા સુરંગની ઉપર પહાડી પર પહોંચી ગઈ છે. ડ્રિલિંગ મશીન આવતા જ વર્ટિકલ ડ્રિલિંગનું કામ શરૂ થઈ જશે.
વર્ટિકલ ડ્રિલિંગ માટે મશીનને સંપૂર્ણ રીતે ઇન્સ્ટોલ કરી લેવાયું છે અને હવે તેને ઉપર ચડાવવાની તૈયારી થશે. સીમા સડક સંગઠને વર્ટિકલ ડ્રિલિંગની જગ્યાએ પહોંચવા માટે પહેલેથી જ રસ્તો તૈયાર કરી લીધો છે અને હવે ટ્રેકની મજબૂતી બનાવતા સામાન પહોંચાડવામાં આવશે. થોડીવાર બાદ મીટિંગમાં વર્ટિકલ ડ્રિલિંગને લઈને નિર્ણય થઈ શકે છે.
12 નવેમ્બરથી ફસાયેલા છે મજૂરો
ઉત્તરકાશી જિલ્લા મુખ્યાલયથી લગભગ 30 કિલોમીટર દૂર આવેલી સિલક્યારા સુરંગ કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી ચારધામ ઓલ વેધર સડક (કોઈ પણ ઋતુમાં ખુલ્લો રહેતો રસ્તો) પ્રોજેક્ટનો ભાગ છે. બ્રહ્મખાલ-યમુનોત્રી રાષ્ટ્રીય રાજમાર્ગ પર બની રહેલી આ સુરંગ 4.5 કિલોમીટર લાંબી છે. 12 નવેમ્બરના રોજ સુરંગનો એક ભાગ ધસી પડ઼્યો. તેનાથી મજૂરો સુરંગની અંદર જ ફસાઈ ગયા. તેમને બહાર કાઢવા માટે 10 દિવસથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી.
ટનલમાં 6 રાજ્યોના 41 મજૂરો
ઉત્તરકાશીમાં સિલક્યારા ટનલમાં 8 રાજ્યોના 41 મજૂરો ફસાયેલા છે. તેમાંથી ઉત્તરાખંડના 2, હિમાચલ પ્રદેશના 1, યુપીના 8, બિહારના 5, પશ્ચિમ બંગાળના 3, અસમના 2, ઝારખંડના 15 અને ઓડિશાના 5 મજૂરો છે.