Cowin એપ પર આ રીતે વેક્સિન સર્ટિફિકેટને પાસપોર્ટ સાથે કરો લિંક, જાણો પ્રક્રિયા
કોરોના કાળમાં વિદેશ જવા માટે વેક્સિન સર્ટિફિકેટ ખુબ જરૂરી બની ગયું છે. તેવામાં જો તમે વેક્સિન લીધી હોય તો તમારા વેક્સિન સર્ટિફિકેટને પાસપોર્ટ સાથે લિંક કરાવવું જરૂરી છે.
નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેરે ભારતમાં તાંડવ મચાવ્યું હતું પરંતુ હવે સંક્રમણના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેવામાં ઘણા લોકો વિદેશ જવાની તૈયારી કરી રહ્યાં છે. પરંતુ સ્થિતિને જોતા હવે વિદેશમાં ટ્રાવેલ કરવા દરમિયાન પોતાનું વેક્સિન સર્ટિફિકેટ દેખાડવું ફરજીયાત છે. તેવામાં અમે તમને જણાવી રહ્યાં છીએ કે પોતાના પાસપોર્ટને કોવિડ વેક્સિન સર્ટિફિકેટ સાથે કઈ રીતે લિંક કરવામાં આવે.
તેને લઈને આરોગ્ય સેતુના ટ્વિટર પર સંપૂર્ણ પ્રક્રિયાને વિસ્તારથી જણાવવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે હવે CoWIN એપ દ્વારા તમે સરળતાથી આ કામ કરી શકશે.
દેશમાં અત્યાર સુધી 32 કરોડથી વધુ રસીના ડોઝ અપાયા, વેક્સિનેશનના નવા ફેઝમાં આવી તેજી
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર દ્વારા જારી ગાઇડલાઇનું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિ વિદેશમાં ભણવા માટે, ફરવા કે નોકરી કરવા જવા ઈચ્છે છે તેણે કોવિડ સર્ટિફિકેટને પાર્સપોર્ટ નંબર સાથે લિંક કરાવવું ફરજીયાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube