વૈષ્ણો માતાની યાત્રા દરમિયાન કેમેરા, લેપટોપ, અને ટેબ લઈ જવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ તમામ ચીજોને કટરામાં જ જમા કરાવવી પડશે. તેને લઈને શ્રાઈન બોર્ડ પ્રશાસને એસઓપી પણ બહાર પાડી છે. જો કે મોબાઈલ ફોન લઈ જવા પર કોઈ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. શ્રાઈન બોર્ડ પ્રશાસનનું કહેવું છે કે મોબાઈલ ફોનથી શ્રદ્ધાળુઓ પોતાના સ્વજનના સંપર્કમાં રહી શકે છે. આ મુદ્દે માતાના દર્શન કરવા આવી રહેલા શ્રદ્ધાળુઓને જાગૃત કરવા માટે કટરામાં સ્થાપિત સૂચના કેન્દ્રથી એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહી છે અને ઠેર ઠેર સાઈન બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરક્ષા કારણોસર પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવાયો છે. કારણ કે વૈષ્ણોદેવી ભવન અને યાત્રા રાષ્ટ્ર વિરોધી તત્વોના નિશાના પર છે. અત્રે જણાવવાનું કે દેશભરથી આવતા શ્રદ્ધાળુઓએ પોતાના વીડિયો કેમેરા, ડિજિટલ કેમેરા, લેપટોપ, ટેબ વગેરે જેવા ઉપકરણો કટરામાં જ પર્યટન વિભાગ કે શ્રાઈન બોર્ડના ક્લોક રૂમમાં જમા કરાવવા પડશે. આ ઉપરાંત જે હોટલ કે ગેસ્ટહાઉસ કે ધર્મશાળામાં રોકાયા હોવ ત્યાં પણ જમા કરાવી શકો છો. 


મંડીમાં શું 10 વર્ષ બાદ જોવા મળ્યો ચમત્કાર? પંચવક્ત્ર મંદિરે કેદારનાથની યાદ અપાવી


મહિલા મૂંઝવણમાં....પતિ સાથે છૂટાછેડા થઈ ગયા, પ્રેમી પણ દૂર થઈ ગયો


કયા રંગને જોઈને કૂતરું ગુસ્સે ભરાય છે? શું તમને ખબર છે...ખાસ જાણો


જો આવા ઉપકરણોને શ્રદ્ધાળુ ભવન તરફ લઈ જવા માંગતા હોય તો પહેલા શ્રાઈન બોર્ડ અને પોલીસ વિભાગ પાસેથી મંજૂરી લેવી પડશે. જો કે અનેક વર્ષોથી ભવન માર્ગ પર વીડિયો કેમેરા કે ડિજિટલ કેમેરા વગેરે લઈ જવાની મંજૂરી છે જ નહીં. પરંતુ હાલમાં જ શ્રાઈન બોર્ડ દ્વારા એસઓપી બહાર પાડીને લેપટોપ અને ટેબને પણ ભવન માર્ગ પર લઈ જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube