Himachal Rains: હિમાચલના મંડીમાં શું 10 વર્ષ બાદ જોવા મળ્યો ચમત્કાર? પંચવક્ત્ર મંદિરે કેદારનાથની યાદ અપાવી

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને જળપ્રલય જેવો મંજર છે. મંડી જિલ્લાના ઐતિહાસિક પંચવક્ત્ર મહાદેવ મંદિર પણ આ જળપ્રવાહની બાહોમાં જોવા મળ્યું. બિયાસ નદી અને સુકેતી ખડ્ડુના કિનારે બનેલા આ મંદિરની તસવીરોએ કેદારનાથની યાદ અપાવી દીધી. આ મંદિર કેદારનાથ જેવું દેખાય છે. દસ વર્ષ પહેલા જ્યારે મંદાકિનીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું ત્યારે કેદારનાથ મંદિર અને નદીની ધારા વચ્ચે એક શિલા આવી ગઈ હતી અને મંદિર સુરક્ષિત બચ્યું હતું. હવે હિમાચલમાં સૈલાબથી મચેલા હાહાકાર વચ્ચે એકવાર ફરીથી ચમત્કાર જેવું જોવા મળ્યું છે.

Himachal Rains: હિમાચલના મંડીમાં શું 10 વર્ષ બાદ જોવા મળ્યો ચમત્કાર? પંચવક્ત્ર મંદિરે કેદારનાથની યાદ અપાવી

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને જળપ્રલય જેવો મંજર છે. મંડી જિલ્લાના ઐતિહાસિક પંચવક્ત્ર મહાદેવ મંદિર પણ આ જળપ્રવાહની બાહોમાં જોવા મળ્યું. બિયાસ નદી અને સુકેતી ખડ્ડુના કિનારે બનેલા આ મંદિરની તસવીરોએ કેદારનાથની યાદ અપાવી દીધી. આ મંદિર કેદારનાથ જેવું દેખાય છે. દસ વર્ષ પહેલા જ્યારે મંદાકિનીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું ત્યારે કેદારનાથ મંદિર અને નદીની ધારા વચ્ચે એક શિલા આવી ગઈ હતી અને મંદિર સુરક્ષિત બચ્યું હતું. હવે હિમાચલમાં સૈલાબથી મચેલા હાહાકાર વચ્ચે એકવાર ફરીથી ચમત્કાર જેવું જોવા મળ્યું છે. જ્યાં એક બાજુ પુલ, પહાડ અને મોટા મોટામકાન ધરાશાયી થયા ત્યાં પંચવક્ત્ર મંદિર પર કોઈ અસર જોવા મળી રહી નથી. 

મંદિરનું નામ પંચવક્ત્ર કેમ?
મંડીનું આ પ્રસિદ્ધ ઐતિહાસિક પંચવક્ત્ર મંદિર 300 વર્ષ કરતા પણ વધુ જૂનું છે. તેને તત્કાલિન રાજા સિદ્ધ સેન (1684-1727) એ બનાવડાવ્યું હતું. શિવની નગરી મંડીમાં નિર્મિત પ્રાચીન મંદિર એક સમૃદ્ધશાળી ઇતિહાસનો સાક્ષી રહ્યું છે. આ મંદિરમાં સ્થાપિત પંચમુખી શિવની પ્રતિમાના કારણે તેને પંચવક્ત્ર નામ અપાયું છે. જે ગુમનામ મૂર્તિકારની કલાનો બેજોડ નમૂનો છે. મંદિરના નિર્માણમાં પથ્થરોનો ઉપયોગ થયો છે. મંદિરનનું શિખર વાસ્તુશિલ્પના આધારે બનાવવામાં આવ્યું છે. મંડી જ નહીં પરંતુ સમગ્ર હિમાચલ પ્રદેશમાં આ મંદિર અંગે ખુબ માન્યતા છે. 

બિયાસના જળપ્રલયમાં મંદિરને નથી પહોંચ્યું નુકસાન
એવું કહેવાય છે કે 100 વર્ષ બાદ પૂરે મંદિરના બાજુ આવેલા સુકેતી ખડ્ડુ પર બનેલા વિક્ટોરિયા બ્રિજને પણ પોતાની ઝપેટમાં લઈ લીધો. લોકોએ ક્યારેય અહીં બિયાસનું આવું  ભયંકર સ્વરૂપ ક્યારેય જોયું નથી. આ બધા વચ્ચે પંચવક્ત્ર મંદિરને નુકસાન પહોંચ્યું નથી. મંદિર ચારેબાજુ પાણીથી ઘેરાયેલું છે પરંતુ પૂરનો પ્રભાવ તેના પર પડ્યો નથી. મંડીમાં હજુ પણ વરસાદ ચાલુ છે. જે તાજા તસવીરો સામે આવી છે તેમાં મંદિરનું શિખર અને તેની બાજુનું પરિસર જોવા મળી રહ્યું છે. 

— ANI (@ANI) July 10, 2023

રવિવારે સાંજે જળમગ્ન થયું હતું મંદિર
મંડી છોટે કાશી તરીકે ઓળખાય છે. જે રીતે કાશી ગંગાના કિનારે વસેલુ છે તેમ જ મંડી પણ બિયાસ નદીના કાઠે છે. રવિવારે સવારે અહીંના પંચવક્ત્ર મંદિરની અંદર બિયાસ નદીનું પાણી પહોંચી ગયું હતું. સાંજ થતા તો મંદિરની આજુબાજુ જળ પ્રલય જેવી સ્થિતિ થઈ ગઈ. સાંજે છ વાગ્યાની આસપાસ મંદિર સંપૂર્ણ રીતે જળમગ્ન થઈ ગયું. પાણી મંદિરના ગૂંબજ સુધી પહોંચી ગયું હતું. 

મંદિરની ખાસિયતો
પંચવક્ત્ર મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શિવની એક મોટી મૂર્તિ છે જેના પાંચ મુખ છે. એવી માન્યતા છે કે પાંચ મુખ શિવના અલગ અલગ રૂપ ઈશાન, અઘોરા, વામદેવ, તત્પુરુષ અને રુદ્રને દર્શાવે છે. મંદિરનું મુખ્યદ્વાર બિયાસ નદી તરફ છે. આ સાથે જ બંને તરફ દ્વારપાળ છે. મંદિરમાં નંદીની ભવ્ય મૂર્તિ પણ છે. જેનું મુખ ગર્ભગૃહની દિશામાં છે. પંચવક્ત્ર મહાદેવ મંદિર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)ના સંરક્ષિત સ્મારકોમાં સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news