વિવાદ બાદ કોંગ્રેસની જાહેરાત, હવે પોલીસ બેન્ડ સાથે ગવાશે રાષ્ટ્રગીત
ભોપાલમાં હવે આકર્ષક સ્વરૂપે પોલીસ બેંડ અને સામાન્ય લોકોની સહબાગિતા સાથે વંદે માતરમનું ગીત થશે
નવી દિલ્હી : મધ્યપ્રદેશમાં વંદે માતરમ્નાં મુદ્દે રાજકારણ ગરમાય ગયું છે. કોંગ્રેસને સવાલોમાં ઘેરાય બાદ પુર્ણ વિરામ લગાવી દેવાયો છે. રાજ્યનાં માહિતી જનસંપર્ક વિભાગને ટ્વીટ કરીને તેની માહિતી આપી છે. એમપીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, હવે નવી પદ્ધતીથી રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન થશે. ટ્વીટ અનુસાર હવે ભોપાલમાં આકર્ષક સ્વરૂપે પોલીસ બેન્ડ અને સામાન્ય લોકોની સહભાગીતા સાથે વંદે માતરમનું ગાયન થશે. દર મહિને પ્રથમ કાર્યદિવસ પર સવારે 1045 વાગ્યે પોલીસ બેંડ રાષ્ટ્ર ભાવના જાગૃત કરનારી ધુન વગાડતા શોર્ય સ્મારકથી વલ્લભ ભવન સુધી માર્ચ કાઢશે.
વલ્લભ ભવન પરિસરમાં પહોંચ્યા બાદ રાષ્ટ્ર ગીત જણ-ગણ- મન અને રાષ્ટ્રીય ગીત વંદે માતર્મ ગાવામાં આવશે. આ કાર્યક્રમને આકર્ષક બનાવી સામાન્ય લોકોને તેમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારની તરફથી દર મહિનાની એક તારીખે રાજ્ય મંત્રાલય સમક્ષ વન્દેમાતરમ્ ગીતને ફરજીયાત કરવા પર હાલ પ્રતિબંધ લગાવી દેવાયો હતો. ત્યાર બાદ મુદ્દો ગરમાયો હતો.
આ મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, જો કોંગ્રેસને રાષ્ટ્રગીત શબ્દ ન આવડતા હોય અથવા રાષ્ટ્રગીતનાં ગાયનથી શરમ આવતી હોય તો મને જણઆવે. દર મહિનાની પહેલી તારીખે વલ્લભ ભવનનાં પ્રાંગણમાં જનતાની સાથે વંદેમાતરમ ગાઇશ. આ વિવાદ અંગે મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી કમલનાથે કહ્યું હતું કે, તેમની સરકાર વંદે માતરમ ગાનની વ્યવસ્થાને નવા સ્વરૂપે સામે લાવવાનો પ્રયાસ કરી રહી છે. આ અંગે વધતા વિવાદને જોઇ તેમણે કહ્યું કે, વંદે માતરમ ગીતનું નવુ સ્વરૂપ ઝડપથી સામે આવશે. તેમણે ટ્વીટ કરીને પૂર્વ મુખ્યમંત્રી પર વળતો હૂમલો કરતા કહ્યું હતું કે, આ નિર્ણય કોઇ એજન્ડા હેટલ લેવામાં આવ્યું છે અને ન તો અમારૂ વંદે માતરમ ગીત મુદ્દે કોઇ વિરોધ છે.
વંદે માતરમ હૃદયની ઉંડાઇએ વસેલું છે. અમે સમયાંતરે તેનું ગાયન કરીએ છીએ. અમે તેને ફરી પ્રારંભ કરીશું પરંતુ એક અલગ જ સ્વરૂપમાં. જો કે અમારૂ એવું પણ માનવું છે કે માત્ર એક દિવસ વંદે માતરમ ગીત ગાવું કોઇની દેશભક્તિ કે રાષ્ટ્રીયતા પરિક્ષિત ન કરી શકાય. દેશભક્તિ તથા રાષ્ટ્રીયતાનેમાત્ર એક દિવસ વંદેમાતરમ ગીત સાથે જોડવામાં આવે તે ખોટું છે. જે લોકો વંદે માતરમ ગીત નથી ગાતા, શું તેઓ દેશભક્ત નથી ?